શિલ્પા શેટ્ટીના પતિનું એક્ટિંગ જગતમાં ડેબ્યૂ, શૂટ કરી ફિલ્મ

ફિલ્મી ફંડા

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલો રાજ કુંદ્રા હવે એક્ટિંગ ડેબ્યૂ કરી રહ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર શિલ્પા શેટ્ટીના પતિ રાજે ગયા મહિને ‘UT નંબર 69’ નામની ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં પૂરું કર્યું છે. રાજ કુંદ્રા આર્થર રોડ જેલમાં જે બેરેકમાં રહેતો હતો, તે નંબર સાથે ફિલ્મનું ટાઇટલ મેચ કરે છે. ફિલ્મનું શૂટિંગ માત્ર 18 દિવસમાં પૂરું કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર વેચવાની તૈયારી ચાલી રહી છે.
ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર રાજ કુંદ્રા આર્થર રોડ જેલમાં તે જ્યારે હતો અને ત્યાં તેની સાથે જે પણ થયું તે ઘટનાઓ ફિલ્માવવામાં આવી છે. ફિલ્મમાં સેકેન્ડરી કાસ્ટમાં કોઈ જાણીતા સેલેબ નથી. ફિલ્મના શૂટિંગની વધુ પડતી ચર્ચા ના થાય તે માટે કોઈ જાણીતા સ્ટાર લેવામાં આવ્યા નહોતી. કાસ્ટ એન્ડ ક્રૂ એ રીતે પસંદ કરવામાં આવ્યા હતા, જેમણે એકાદ-બે મોટી ફિલ્મમાં જ કામ કર્યું હોય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.