રેલવે લોકોની સુવિધાઓ માટે દિવસ-રાત મહેનત કરે છે. રેલવે જે સવલતો આપે ચે તેના પ્રમાણમાં ઘણા ઓછા ટિકિટના દર પ્રવાસીઓ પાસેથી વસૂલે છે. અન્ય કોઈ ખાનગી પરિવહન સેવામાં જાઈએ તો રેલવેની ટિકિટ કરતા ત્રણથી ચાર ગણો કે તેનાથી પણ વધારે ખર્ચ કરવો પડે, તેમ છતાં અમુક પ્રવાસીઓ ટિકિટ ન લેતા રેલવેની સેવા લે છે. આમ કરી તેઓ રેલવે અને એ તમામ પ્રવાસીઓને નુકસાન કરે છે, જેઓ ટિકિટ લઈ પ્રવાસ કરે છે. આવા ખુદાબક્ષો પાસેથી વસૂલી કરવાનું પણ રેલવેને આવડે છે અને એક વર્ષમાં અમદવાદ રેલવે મંડળે રૂ.23 કરોડ જેટલી મોટી રકમ આવા ખુદાબક્ષો પાસેથી વસૂલી છે.
અમદાવાદ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવીહતી, જેમાં 1 એપ્રિલ, 2022થી 31 જાન્યુઆરી 2023 ની વચ્ચે મંડળ દ્વારા રૂ.23.23 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી છે.જે ગત વર્ષ કરતા 65.30% વધુ છે. અમદાવાદ મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ દરમિયાન ટિકિટ વિના મુસાફરીના કુલ 2,85,465 કેસ, અનિયમિત મુસાફરીના 47,258 કેસ, બુકીંગ વગરના સામાનના 925 કેસમળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.
પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય જનતાને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરવામાં આવે છે, તેમ રેલવેએ જણાવ્યું હતું.
ખુદાબક્ષોએ આટલા કમાઈ આપ્યા અમદાવાદ રેલવેને
RELATED ARTICLES