ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, ત્રણ દિવસ માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામેલો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી વરસાદનું જોર વધશે(Heavy Rain), આગામી ત્રણ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની વરસી શકે છે. આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં જિલ્લામાં ભારે વરસાદની પડવાની શક્યતા છે.


હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. જિલાના દરેક તાલુકામાં ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાયા છે.

“>

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના થરાદમાં 5.90 ઈંચ. લાખાણીમાં 4 ઈંચ, ખેડાના કઠલાલમાં 3.50 ઈંચ, સુઈગામમાં 3.25 ઈંચ, વડગામમાં 3.25 ઈંચ, પાલનપુરમાં 3 ઈંચ, મહેમદાવાદમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.75 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટરે પહોંચી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.