(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારે અચાનક આવી પડેલા વરસાદને કારણે છેલ્લા ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મંગળવારે દિવસ દરમિયાન ૧૬.૬ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. ઈન્ડિયન મિટિઓરોલીજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ મંગળવારે ૧૬.૬ મિ.મી. વરસાદ પડયો હતો, જે અત્યાર સુધીનો માર્ચ મહિનાનો હાઈએસ્ટ છે. આ અગાઉ ૧૦ માર્ચ, ૨૦૦૬ના સાંતાક્રુઝમાં ૧૧.૯ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.
મંગળવારનો વરસાદ છેલ્લા ૧૭ વર્ષમાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી હાઈએસ્ટ વરસાદ રહ્યો હતો. આ અગાઉ મુંબઈમાં ૧૯૧૮માં કોલાબામાં માર્ચ મહિનામાં ૩૪.૩ મિ.મી. જેટલો વરસાદ પડ્યો હતો.
જે મુંબઈનો માર્ચ મહિનાનો અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ વરસાદ છે. હવામાન ખાતાના કહેવા મુજબ માર્ચ મહિનામાં વરસાદ પડવો અસામાન્ય ઘટના છે. મંગળવારે પડેલા વરસાદ માટે અરબી સમુદ્ર પરથી ફૂંકાતા પશ્ર્ચિમી પવનો અને ભેજ જવાબદાર હોવાનું કહેવાય છે. ઉ