રવિવારે ગુજરાતના 138 તાલુકામાં થઇ મેઘમહેર: અમદાવાદમાં તોફાની વરસાદ, હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

આપણું ગુજરાત

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. રવિવારે રાજ્યના કુલ 138 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ઉમરપાડામાં 2.5 ઈંચ અને જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. પહેલા વરસાદની રાહ જોઈ રહેલા અમદાવાદ શહેરને મોડી સાંજે મેઘરાજાએ ધમરોળ્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતુ જેના કારણે 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા થયા હતા જેને કારણે ઘણા વાહનોને નુકશાન પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


હવામાન વિભાગે હજુ પણ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ચોમાસુ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે.


આમાંદાવાદમાં પહેલા વરસાદનું તોફની રૂપ જોવા મળ્યું હતું. રવિવારે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવા જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. પહેલા વરસાદમાં જ AMCએ કરેલ પ્રી મોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ભારે પવનને કારણે અંદાજે કારણે 300થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જેણે કારણે રવિવારની રજામમાં ફરવા નીકળેલા લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.

સત્તાધાર પાસે એક રીક્ષા ઉપર ઝાડ પડતા ત્રણ વ્યક્તિઓનું ફસાઈ ગયા હતા જેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે ઝાડ પડતા એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.

શહેરના બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઈટો ગુલ થઈ ગઈ હતી. વીજ કંપનીઓએ તુરંત કાર્યવાહી કરી અડધી કલાકમાં જ વીજ પૂરવઠો પૂર્વવત કર્યો હતો. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડસ ધરાસાયી થઇ ગયા હતા.

“>

અમદવાદમાં તોફાની વરસાદને કારણે રવિવારે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફલાઇટને સુરત ડાઈવર્ટ કરવામાં આવી હતી. વરસાદ અને ટેકનિકલ કારણોસર 4 એરલાઈન્સની 5 ફલાઇટ 1 કલાકથી લઇને 2 કલાક 20 મિનિટ મોડી પડી હતી. વાતાવરણમાં પલટા બાદ પવન સાથે વરસાદ તૂટી પડતા વિઝીબીલીટી ઘટી જતાં દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફલાઇટને સુરત ડાઈવર્ટ કરાઇ હતી.
છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમીનો પ્રમાણ વધ્યું હતું, એવામાં બફારો વધતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. ત્યારે શહેરમાં સાર્વત્રિક વરસાદ પડતા ચારે તરફ ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને પગલે દાળવડા અને મકાઈની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી.


અરવલ્લીના માલપુર તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે ડોડીયા પંચાયત વિસ્તારમાં અંદાજે 25 વીજ થાંભલા જમીનદોસ્ત થયા હતા.માલપુરના ખલીકપુરના 25 વર્ષીય યુવાન ઉપર અચાનક વૃક્ષ તૂટી પડતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે શોકની લાગણી છવાઈ હતી. નાનાવાડા ગામમાં વાવાઝોડાને કારણે મકાનોના પતરાં અને શેડ ઉડી જતા ત્રણ લોકોને પણ ઇજા પહોંચી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.