નવસારીમાં વરસાદી આફત: ત્રણ નદીઓએ ભયજનક સપાટી વટાવી, હજારો લોકોનું સ્થળાંતર, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે બંધ કરાયો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Navsari: નવસારી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી ત્રણ નદીઓ પૂર્ણા, અંબિકા અને કાવેરીના જળસ્તર ભયજનક સપાટી વટાવતાં જીલ્લામાં પુરની સ્થિતિ(Flood) સર્જાઈ છે. હજુ પણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજનો દિવસ શહેર માટે મુશ્કેલીનો સાબિત થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 14,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સલામતી ખાતર મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-48 બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાં નદીઓ ગાંડીતુર બની છે, એક અંદાજ મુજબ 30 ટકા નવસારી પાણીમાં ગરકાવ થઈ ગયુ છે.

“>

 

તંત્રએ જણાવ્યા પ્રમાણે પૂરથી સમગ્ર જિલ્લામાં 40 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. 14,000 લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. NDRFની ટીમે કુલ 21 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. ચીખલી નજીક કાવેરી નદીના પાણી રસ્તા પરથી પરથી વહી રહ્યા છે તેથી મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 બંધ કરવામાં આવ્યો છે. નવસારી શહેરમાં વરસાદના પગલે સીટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો.

“>

 

આફતનો અંદાજ ગઈકાલથી જ આવી ગયો હતો. નવસારી જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી ડિઝાસ્ટર કચેરીએ ગત રાતથી હાજર છે. જિલ્લામાં NDRFની 2 ટીમ બચાવ કાર્ય કરી રહી છે. સુરત અને વલસાડથી વધુ બે NDRF ની ટૂકડી બોલાવી લેવાઈ છે. છેલ્લા 3 દિવસથી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે જે હજુ લંબાવવામાં આવી છે.

NDRFની ટીમે નીચાણવાળા વિસ્તારમાંથી 8 લોકોનું રેસ્ક્યૂ કર્યું

પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ જે વટાવી હાલમાં નદી 27 ફૂટે વહી રહી છે તેમજ અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે તેને વટાવી હાલ 31.81 ફૂટના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 28 ફૂટની ભયજનક સપાટીએ વહી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.