મહારષ્ટ્રમાં વરસાદી આફત: વસઈ અને પાલઘરમાં ભૂસ્ખલન, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે જામ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: ભારે વરસાદને પગલે બુધવારે સવારે વસઈમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તંત્રે આપેલી માહિતી મુજબ વસઈના(Vasai) વાગરાપાડા વિસ્તારમાં ભૂસ્ખલન(Landslide) થતા કાટમાળ એક મકાન પર પડ્યો હતો. ઘટનાને પગલે બચાવ અધિકારીઓએ સ્થળ પર પહોંચ્યા હતા. અત્યાર સુધી કાટમાળમાં દબાયેલા ચાર લોકોને બચાવી લેવાયા છે છે, જ્યારે એક બાળકી હજુ પણ કાટમાળ નીચે ફસાયેલી હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં બે ના મોત થયા હોવાની માહિતી મળી છે.

 

YouTube player

 

ત્યારે બીજી તરફ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘરના(Palghar) ખાનીવાડે ટોલ નાકા પાસે ભૂસ્ખલન થયું છે. મુંબઈથી ગુજરાત તરફની લેન પર કાટમાળ પડતા બંધ કરાઈ છે. જેને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ અને પૂરની સ્થિતિને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 5 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 89 થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.