ગુજરાતમાં આકાશી આફત: નવસારીમાં પુરની સ્થિતિ વધુ વિકટ બની, ઇન્ડિયન એરફોર્સ બચાવકાર્યમાં જોડાઈ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: ગુજરાત રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ(Heavy rain) વરસતા પૂરની સ્થિતિ(Flood) સર્જાઇ છે. મહારાષ્ટ્રમાં પૂર્ણા નદી પરના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીની જળસપાટીમાં હજુ વધરો થશે જેથી નવસારીમાં(Navsari) પુરની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. પુરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા એરફોર્સ મેદાને ઉતરી છે. એરફોર્સના(IAF) બે હેલિકોપ્ટર જામનગરથી અમદાવાદ થઈ નવસારી પહોંચ્યા છે. હાલ NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને એરફોર્સના જવાનો શક્ય તેટલા લોકોને સલામત રીતે પુરની સ્થિતિમાંથી બહાર કાઢવા સતત કાર્ય કરી રહ્યા છે.

રાજ્યમાં અતિ વરસાદને કારણે ઉભી થયેલી વિકટ પરીસ્થિતિ પર PM મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચાંપતી નજર રાખી રહ્યા છે. બચાવકાર્ય માટે જામનગરથી એરફોર્સના 2 હેલિકોપ્ટર નવસારી આવી પહોંચ્યા છે. આ હેલીકોપ્ટર દ્વારા 28 લોકોને રેસ્ક્યુ કરાયા છે. અમદાવાદ, જામનગર, દમણથી વધુ રેસ્ક્યૂ ટીમો મોકલાઈ છે. રાજ્ય સરકાર દ્વારા હજુ બે હેલિકોપ્ટરની માંગ કરવામાં આવી છે.

“>

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા તેઓ ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમણે નવસારી અને વલસાડ ના કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચિત કરી જાણકારી મેળવી હતી.

“>

રાજ્યના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આપેલી માહિતી મુજબ અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 19 ટીમ તૈનાત છે અને 1 ટીમ રિઝર્વ રખાઇ છે. SDRFની 22 પ્લાટુન અને એક ટીમ ડિપ્લોય કરાઇ છે. આ ટીમો દ્વારા 570 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 12 લોકોના મૃત્યુ થયા છે. 7 જુલાઇથી આજદિન સુધીમાં 43 મૃત્યુ નોંધાયા છે જ્યારે કુલ માનવ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે. તે ઉપરાંત ૪૭૭ પશુઓના મૃત્યુ નોંધાયા છે

“>

પાણી ભરવાના કારણે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા ત્રણ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. આ સહિત કુલ 619 રસ્તાઓ બંધ છે. 148 ગામોમાં એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે.
અત્યારસુધીમાં કુલ 39,177 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જે પૈકી હજુ પણ 21,243 લોકો આશ્રયસ્થાનોમાં આશરો લઇ રહ્યા છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આઠ જિલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટમાં આપવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.