ત્રણ દિવસ મહારાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા! આ વિસ્તારોમાં અતિભારે વર્ષાની આગાહી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ભારતીય હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે મહારાષ્ટ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં જુલાઇની શરૂઆતથી ચાલુ થયેલો વરસાદ જુલાઇના મધ્ય સુધી ચાલુ રહ્યો હતો જેના કારણે રાજ્યમાં અનેક ઠેકાણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યાર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હતું. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદ ફરીથી જોર પકડશે અને શુક્રવાર સુધી મુશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગે રાજ્યના 18 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

અત્યાર સુધી પડેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. વિદર્ભમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. પાકને ભારે નુક્સાન થતા ખેડૂતો પણ પાયમાલ થઇ ગયા છે. અનેક જગ્યાએ ઇમારતો ધરાશયી થવાના બનાવો પણ બન્યા હતા, જેને કારણે નાગરિકોને આર્થિક નુક્સાન પણ થયું હતું. ત્યાર બાદ વરસાદે થોડો પોરો ખાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે ફરીથી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોએ સાવધ રહેવાની જરૂર છે. જોકે, 29 તારીખ પછી વરસાદનું જોર ઓછું થશે, એમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.