ગુજરાતમાં ફરીથી મેઘ સવારી(Guarat Rain) આવી પહોંચી છે. ગઈ કાલ થઈ ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહેસાણા જીલ્લા(Mehsana)માં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ મોરબીમાં 5.3 ઇંચ, બહુચરાજી અને રાધનપુરમાં 5-5 ઇંચ વરસાદ તો વીસનગર અને ઇડરમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ, વિજાપુર, અમીરગઢ, પોશીના, માણસા, જોટાણા સહિતના વિસ્તારોમાં 2થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે.
મહેસાણા જીલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ધરોઈ ડેમમાં સતત પાણી થઇ રહેલી આવક થતા છ દરવાજા ખોલવામાં આવ્યા છે, હાલ સાબરમતી નદીમાં 60 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને અમદવાદમાં સાબરમતી નદીનું જળસ્તર વધી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના વોક વેને આજે સવારે 9.30 વાગ્યાથી લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. લોકોને રીવરફ્રન્ટ જવાનું ટાળવાની પણ સૂચના આપવામાં આવી છે. વર્ષ 2017 બાદ સાબરમતી નદીમાં આટલી મોટી માત્રામાં પાણીની આવક જોવા મળી હતી.

રીવરફ્રન્ટમાં નવા નીરની આવક

સાબરકાંઠા જીલ્લામ પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઈડરમાં 24 કલાકમાં સવાચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. નવા નીરની આવક થતા હિંમતનગરનો હાથમતી ડેમ ઓવરફલો થયો છે,
નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. કચ્છમાં ઝોનમાં સૌથી વધુ 155.36 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વધુ, જ્યારે મધ્યમાં ગુજરાતમાં 82.28 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે.

Google search engine