વિરામ બાદ ભાદરવામાં ગુજરાતમાં ફરી મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની(Gujarat monsoon)  સિઝનનો કુલ 100 ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છે. ત્યારે એક અઠવાડિયાના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર શરુ થઇ છે છે. આજે વહેલી સવારથી જ દક્ષીણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. સુરત, નવસારી અને ડાંગ જીલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 5 દિવસ વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. વલસાડના વાપીમાં સૌથી વધુ 3.12 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ શહેર અને કપરાડામાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના પારડી, નવસારીના ખેરગામમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિઓદર, ડાંગના સુબીર અને વલસાડના ધરમપુરમાં 20MM વરસાદ નોંધાયો છે.
ત્યારે ડાંગ જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારા સહિત આહવા તળેટી વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા વૃક્ષો ધરાશાયી થતા અંતરિયાળના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ગયો છે.
નર્મદા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ છે. પાંચેય તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોએ નવો પાક વાવણી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે. રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.