Homeટોપ ન્યૂઝCattle Runoverને રોકવા રેલવે મંત્રાલય હાથ ધરશે આ ઉપક્રમ

Cattle Runoverને રોકવા રેલવે મંત્રાલય હાથ ધરશે આ ઉપક્રમ

 

અકસ્માતોને રોકવા માટે બાઉન્ડરી વોલ સાથે ફેન્સિંગ બાંધવામાં આવશે

નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો સાથે જાનવરોની અથડામણના વધી રહેલા અકસ્માતોના નિયંત્રણ માટે બાઉન્ડરી વોલ બાંધવાની સુધારિત ડિઝાઈનને રેલવે મંત્રાલયે મંજૂરી આપી દીધી છે, એમ રેલવે પ્રધાન
અશ્વિની કુમાર વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું.

મુંબઈ-અમદાવાદ વચ્ચેના સૌથી વ્યસ્ત કોરિડોરમાં સેમી હાઈ સ્પીડની વંદે ભારત એક્સપ્રેસ ચાલુ પછી ટ્રેનની ટક્કરમાં રખડતા જાનવરનાં મોત થઈ રહ્યાં છે, પરંતુ વધતા અકસ્માતોના નિયંત્રણ માટે રેલવે ટ્રેકની
આસપાસ બાઉન્ડરી વોલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં શરુઆતમાં એક હજાર કિલોમીટરના સંવેદનશીલ વિસ્તારને સમાવી લેવાશે, એમ રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવે જણાવ્યું હતું.

વધતા અકસ્માત (Cattle Runover)ના નિયંત્રણ માટે હવે ભારતીય રેલવે ટ્રેનના પાટા ફરતે ફેન્સિંગ બાંધવાનો ‘પ્રયોગ’ કરવા જઈ રહી છે. વિવિધ અકસ્માતના સંવદેનશીલ સ્થળોએ ફેન્સિંગ લગાવવામાં આવશે. સરકારી
આંકડા મુજબ પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં 2,650થી વધુ જાનવરો રેલવે ટ્રેક પર ટ્રેન સાથે અથડાયા છે. જોકે, ફેન્સિંગનું મોટા ભાગનું કામકાજ ઉત્તર મધ્ય રેલવે ઝોનના પ્રયાગરાજ પટ્ટામાં કરાશે.

રેલવે મંત્રાલયના અહેવાલ અનુસાર, રેલવે ટ્રેકની આસપાસ એક હજાર કિલોમીટર સુધી બાઉન્ડ્રી વોલ બનાવવી પડશે. આ કામમાં સાડાપાંચ વર્ષનો સમય લાગશે. આ અંગે રેલવે પ્રધાન અશ્વિની કુમાર વૈષ્ણવે બુધવારે કહ્યું હતું
કે ઓક્ટોબર મહિનાના પહેલા નવ દિવસમાં જ 200 જેટલી ટ્રેન જાનવરો સાથે અથડાવવાને કારણે નુકસાન થયું હતું. અહીં એ વાત જણાવી દઈએ કે આ ટ્રેનોમાં સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવેલી સેમી હાઈ સ્પીડ વંદે ભારત
ટ્રેન પણ સામેલ છે. પાંચથી વધુ અકસ્માતના કિસ્સા વંદે ભારત ટ્રેન સાથે નોંધાયા છે, જ્યારે આ વર્ષે ચાર હજારથી વધુ ટ્રેનને આ પ્રકારના અકસ્માતનો ભોગ બની છે. વધતા અકસ્માતોને કારણે ટ્રેનસેવા ખોટકાવવાનું પણ
પ્રમાણ વધ્યું છે.

રેલવે પ્રધાને કહ્યું હતું કે અમે બાઉન્ડ્રી વોલ બનાવવાના કામકાજને પાર પાડવા માટે વધુ ગંભીરતાપૂવર્ક કામ કરી રહ્યા છીએ. હાલમાં બે અલગ-અલગ ડિઝાઇન જોઈ રહ્યા છીએ. અમે તેમાંથી એકને મંજૂરી આપી છે. આગામી પાંચેક વર્ષમાં અમે એક હજાર કિલોમીટર લાંબી બોર્ડર બનાવવાનું નક્કી કર્યું છે. રેલવે મંત્રાલયના અહેવાલ અનુસાર અનુસાર છેલ્લા એક વષર્માં આ પ્રકારના આશરે 26,000 પ્રાણીની ટ્રેન સામે ટક્કરના મામલા પ્રકાશમાં આવ્યા છે.

જો ટ્રેનની ઝડપ કલાકના 130 કિલોમીટરથી વધુ હોય તો રેલવે ટ્રેકની આસપાસ ફેન્સિંગનું નિર્માણ કરવાનું આવશ્યક છે. હાલના તબક્કે દિલ્હી-હાવડા અને દિલ્હી-મુંબઈ કોરિડોર પર મોટા પાયે કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ
થયા પછી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન કલાકના 160 કિલોમીટરની ઝડપથી દોડાવી શકાશે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular