રેલવે મંત્રાલયનો મહત્વનો નિર્ણય: ટીકીટ અને રોકડ વગર ચડેલા મુસાફરો પાસેથી ડેબીટ કાર્ડ વડે વસુલાશે દંડ અને ભાડાની રકમ

ટૉપ ન્યૂઝ

દેશમાં ડિજિટલ પેમેન્ટના વધતા જતા ચલણને કારણે લોકો પોતાના ખિસ્સામાં રોકડ રૂપિયા ઓછા રાખવા લાગ્યા છે. ઘણા મુસાફરો ઘણીવાર ટિકિટ લીધા વિના ટ્રેનમાં ચઢી જાય છે. પકડાઈ જવા પર તેમની પાસેથી દંડ અને ભાડું વસૂલ કરીને તેમને મુસાફરી માટે ટિકિટ અપવામાં આવે છે. આવા સમયે રોકડા રૂપિયા ના હોવાથી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. ત્યારે રેલવે મંત્રાલય દ્વારા તેનો ઉકેલ લાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડિજિટલ પેમેન્ટમાં વધારો થવાથી ઘણા લોકો પાસે પૂરતી રોકડ નથી હોતી જેના કારણે મુસાફરી કરતી વખતે તેમને દંડ ચૂકવવો પડેતો મુશ્કેલી ઉભી થાય છે. આગામી દિવસોમાં મુસાફરો ડેબિટ કાર્ડ વડે ભાડું અને દંડ ચૂકવી શકશે. રેલવે હવે તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં આ સુવિધા શરૂ કરવા જઈ રહી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટ્રેનોમાં TTEને 4-G સિમ સાથે POS (પૉઇન્ટ ઑફ સેલ)મશીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ હાલ ઘણી ટ્રેનોમાં TTEને POS આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં 2G સિમ હોવાથી સમસ્યા ઉભી થાય છે. ઘણી જગ્યાએ નબળા નેટવર્કને કારણે આ POS કામ કરતું નથી. હવે રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં 4G સિમની સુવિધા સાથે POS આપવામાં આવશે. ટૂંક સમયમાં અન્ય મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પણ આ સુવિધા TTE સાથે હશે. TTE ને હેન્ડ-હેલ્ડ મશીનો પણ આપવામાં આવી રહ્યા છે, જેથી તેઓ ટ્રેનમાં ઉપલબ્ધ સીટો વિશે માહિતી મેળવી શકે. આનાથી વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને પણ ફાયદો થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.