Homeટોપ ન્યૂઝરેલવે મંત્રાલયે IRCTCને આ જવાબદારી સોંપી

રેલવે મંત્રાલયે IRCTCને આ જવાબદારી સોંપી

લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસીઓને ખાનપાન સંબંધિત શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે તાજેતરમાં રેલવે મંત્રાલયે ટિકિટિંગ અને કેટરિંગ ક્ષેત્રના અગ્રણી એકમ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને ફૂડ સર્વિસમાં જરૂરી સુધારા કરવાની પરવાનગી આપી છે.
હકીકતમાં રેલવે મંત્રાલય દ્વારા વધુ છૂટછાટનો મુખ્ય હેતુ સ્થાનિક/પ્રાદેશિક વાનગીઓને પ્રાથમિકતા આપવાનો છે, જેમાં પ્રાદેશિક સ્વાદિષ્ટ ભોજન/મોસમી વાનગી, તહેવારો વખતની વિવિધ વાનગીઓની સાથે પ્રવાસીઓના વિવિધ જૂથની પસંદ અનુસારના ભોજનનો સમાવેશ છે. ટ્રેનોમાં ટ્રાવેલ કરનારા દર્દીઓની સાથે નાના બાળકોની જરૂરિયાત પર ખાસ ભાર મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સારી બાબત છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. લાંબા અંતરની ટ્રેનોમાં ખાસ કરીને ડાયબિટીસના દર્દી, બેબી ફૂડ, હેલ્થ ફૂડ, બાજરી આધારિત સ્થાનિક ઉત્પાદનો સહિત હેલ્ધી ફૂડ પણ પૂરું પાડવામાં આવશે.
રેલવે મંત્રાલયે આઈઆરસીટીસીને ટ્રેનોમાં મેનૂ નક્કી કરવાની જવાબદારી સોંપી છે. અગાઉ રેલવેના ધારાધોરણ પ્રમાણે લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં આઈઆરસીટીસીના મેનુમાં નિર્ધારિત (રેલવે બોર્ડ માન્ય) ખાદ્ય-સામગ્રી અને પીણા આપવામાં આવતા હતા.
પ્રીપેડ ટ્રેનોમાં કેટરિંગ ચાર્જમાં સામેલ છે તેના માટે મેનુ આપવાનું પણ આઈઆરસીટીસી દ્વારા અગાઉથી ટેરિફના અંદર કરવામાં આવશે. એના સિવાય સૂચિત આ પ્રીપેડ ટ્રેનમાં ભોજનની અલગ અલગ વાનગીઓ અને એમઆરપીમાં બ્રાન્ડેડ ખાદ્ય-પદાર્થોના વેચાણની મંજૂરી રહેશે. ભોજનની અલગ અલગ વાનગીના મેનુ અને ટેરિફ આઈઆરસીટીસી દ્વારા નક્કી કરવામાં આવશે. એના સિવાય રેલવે મંત્રાલયે આઈઆરસીટીસીને પ્રીમિયમની સાથે સાથે મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં બ્રાંડેડ ખાદ્ય-પદાર્થોની સાથે ઉપલબ્ધ ફૂડ/વાનગી પણ વેચવાની નંજૂરી આપી છે.

RELATED ARTICLES

Most Popular