નવી દિલ્હીઃ ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ-શિરડી અને મુંબઈ સોલાપુર એમ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. ત્યાર બાદ રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા મહારાષ્ટ્રના લોનાવલા ખાતેની એક ટનલમાંથી પસાર થઈ રહેલી અદ્યતન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની તસવીર શેર કરી હતી. ટનલ અને ખીણમાંથી પસાર થઈ રહેલી વંદે ભારત ટ્રેન ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
The beauty of nature and a marvel of technology as well as ‘Make in India’ in one frame. The Vande Bharat trains will benefit Maharashtra greatly. https://t.co/zB3twc9g2N
— Narendra Modi (@narendramodi) February 10, 2023
મજાની વાત તો એ છે કે રેલવે પ્રધાન દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ ફોટોને વડા પ્રધાન મોદી દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યો હતો અને તેમણે લખ્યું હતું કે પ્રકૃતિ અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય એક જ ફ્રેમમાં. આ છે મેક ઈન ઈન્ડિયા. વંદે ભારત ટ્રેનથી મહારાષ્ટ્રને ઘણો ફાયદો થશે. મુંબઈ-સોલાપુર ભારતની નવમી વંદે ભારત ટ્રેન છે અને સાઈનગર શિરડીની 10મી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પીએમ મોદી મુંબઈ આવ્યા હતા અને તેમણે આ બંને ટ્રેન મુંબઈ અને મહારાષ્ટ્રવાસીઓને સમર્પિત કરી હતી. સોલાપુર સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસનું નાગરિકોએ ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. નાગરિકોએ આ એક્સપ્રેસમાં મુસાફરી કરી અને મુસાફરી કેવી રહી તેનો અનુભવ પણ શેર કર્યો હતો.