રેલ્વેએ ફેરિયાઓને ટ્રેનો, સ્ટેશનો પર સામાન વેચવાની છૂટ આપી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશમાં રેલ મુસાફરી દરમિયાન હવે તમને રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં હોકર્સ જોવા મળશે, જેની પાસેથી તમે ત્યાંની લોકલ પ્રોડક્ટ્સ ખરીદી શકશો. ઘણા વર્ષો પછી રેલ્વે સ્ટેશનો અને ટ્રેનો હોકર્સથી ધમધમતી જોવા મળશે. ભારતીય રેલ્વેએ સ્થાનિક લોકલ બિઝનેસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વન સ્ટેશન વન પ્રોડક્ટ પોલિસી તૈયાર કરી છે. રેલ્વે દરેક સ્ટેશન પર સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે, જે અંતર્ગત ભારતીય રેલ્વે હવે હોકરોને તેમનો સામાન ટ્રેનમાં વેચવાની છૂટ આપશે. એટલું જ નહીં, હોકર્સને રેલ્વે સ્ટેશન અને ટ્રેનોમાં તેમનો સામાન વેચવા માટે ડેકોરેટિવ ગાડીઓ અને કન્ટેનર પણ આપવામાં આવશે. વાત માત્ર અહીં જ પૂરી નથી થતી. હોકરોના વાહનોને કારણે પ્લેટફોર્મ પર ભીડ ન થાય તે માટે રેલવેએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદ સાથે જોડાણ કર્યું છે. સંસ્થાએ આવા કિઓસ્ક ડિઝાઇન કર્યા છે જેમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો રાખવા માટે વિવિધ ભાગો છે.
હાલમાં, સ્ટેશન પર અને ટ્રેનમાં ફક્ત IRCTC દ્વારા માન્ય વિક્રેતાઓને જ માલ વેચવાની મંજૂરી છે. સ્ટેશન પર સ્થાનિક માલસામાનનું વેચાણ કરતા હોકરોને પણ હવે ટ્રેનમાં ચઢવા અને મુસાફરોને તેમનો સામાન પહોંચાડવા માટે આગામી સ્ટેશન પર જવાની મંજૂરી આપવામાં આવશે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દરેક વેન્ડરે 1,500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જોકે, તે માત્ર 15 દિવસ માટે જ પોતાનો સામાન વેચી શકશે. ત્યાર બાદ અન્ય હોકરને જગ્યા આપવામાં આવશે.
અગાઉ હોકર્સ ટ્રેનમાં ચડતા હતા અને સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ કરતા હતા, જેમાં મોટે ભાગે મુસાફરો માટે ખાદ્યપદાર્થોનો સમાવેશ થતો હતો, પરંતુ આ ગેરકાયદેસર હતું અને સલામતી અને સ્વચ્છતાના દૃષ્ટિકોણથી પણ તે અનુકૂળ ન હતું. જોકે, હવે ખાદ્યપદાર્થોથી લઈને ઘરના સામાન સુધીની વસ્તુઓ પણ સ્ટેશનો અને ટ્રેનોમાં વેચવામાં આવશે. આને કારણે રેલવે પ્રવાસીઓ અને ફેરિયાઓ બંનેને ફાયદો થશે, એવું રેલવેએ જણાવ્યું હતું.

1 thought on “રેલ્વેએ ફેરિયાઓને ટ્રેનો, સ્ટેશનો પર સામાન વેચવાની છૂટ આપી

  1. To allow hawkers into the Trains is NOT fair and correct decision. Hawkers make the Journey of passengers travelling in make horrible and uncomfortable. Hawkers should NOT be allowed in Trains for the Safe and undisturbed Journey of passengers. Railway wants to maximize their income anyway. This should be opposed by all passenger’s association. Railway Minister must look into this matter and oblige. Thanks.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.