રાજકોટમાં રેલમછેલ: વીજળીના કડાકા સાથે વરસાદથી રસ્તા પર પાણી ભરાયાં

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: સૌરાષ્ટ્રમાં બે દિવસથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ઘમરોળ્યા બાદ મેઘરાજાએ રાજકોટ જિલ્લામાં પણ રેલમછેલ કરવાનું શરૂ કર્યું છે. બે દિવસ બાદ સોમવારે શહેરમાં ભારે ઝાપટાં વરસવાનું શરૂ થયું હતું. તેમ જ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયાં હતા. વાહનચાલકો પણ ભરાયેલા પાણીને લીધે અટવાયાં હતા.
રાજકોટમાં બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. બીજી તરફ ભારે વરસાદથી માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાઇ જતાં વાહનો અટવાયાં હતાં.
રાજકોટમાં ગત શુક્રવારે ૨ ઇંચ વરસાદ બાદ શનિવારે વરસાદે વિરામ લીધો હતો. રવિવારે સાંજે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.