દાહોદ નજીક રેલ અકસ્માત: માલગાડીના 12 ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા, દિલ્હી-મુંબઈની ટ્રેનોને અસર

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Dahod: દાહોદ નજીક માલગાડીના ડબ્બા કોઈ કારણોસર ટ્રેક પરથી ઉતરી જતા(Derailed) અકસ્માત (rail accident) સર્જાયો છે. દાહોદના મંગલ મહુડી ગામ નજીક દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પર માલગાડીના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી પલટી ગયા હતા જેને કારણે ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. આ અકસ્માતને પગલે મુંબઈ-દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર હાલ ખોરવાયો છે. અકસ્માતને પગલે વીજળીના કેબલમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું છે. અકસ્માતને પગલે ડબ્બાઓને ભારે નુકશાન પહોંચ્યું છે.

મળતી માહિતી પ્રમાણે આ માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. આ દરમિયાન રાત્રે 12:30 વાગ્યે કોઈ કારણસર 17થી 18 ડબ્બા છૂટા પડી ગયા હતા અને 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. ટ્રેક પરથી ઉતરી જતા ડબ્બાના વ્હીલ નીકળીને ફંગોળાઈ ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ વિખેરાઈ ગયો હતો. અકસ્માતને પગલે કેબલ તૂટી જતા રેલ વ્યવહાર ખોરવાયો છે. અકસ્માત સ્થળે આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા.

ઘટનાને પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રેલ યાતાયાત પૂર્વવત કરવા સવારથી જ પશ્ચિમ રેલવે તરફથી કામગીરી શરુ કરવામાં આવું હતી. રેલાવે તંત્ર દ્વારા 30 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. 5 ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના ટ્વીટર હેન્ડલ પર ડાયવર્ટ થયેલી અને રદ થયેલી ટ્રેન વિષે માહિતી આપવામાં આવી છે.

“>

 

“>

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.