Homeઆપણું ગુજરાતગુજરાતમાં 150 જગ્યાએ એક સાથે દરોડા, રાજ્ય ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન

ગુજરાતમાં 150 જગ્યાએ એક સાથે દરોડા, રાજ્ય ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન

ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત ATSએ GST વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં આજે સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર જિલ્લાઓમાં 150 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ચેનલ દ્વારા કરચોરી અને નાણાંની લેવડદેવડની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તપાસ એજન્સીઓ સાબદી થઇ ગઈ છે. આચારસંહિતા બાદ દરમિયાન રેકોર્ડ રિકવરી કરીને સુરક્ષા એજન્સીઓએ રૂ. 71 કરોડ 88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણી માટે આચારસંહિતાના સમયગાળા દરમિયાન 27.21 કરોડની વસૂલાત કરવામાં આવી હતી.
આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે(DRI) મુંદ્રા પોર્ટ પર ઈમ્પોર્ટ કાર્ગોમાં મિસ-ડિકલેરિંગ અને દાણચોરી કરીને આવેલો 64 કરોડ રૂપિયાના રમકડાં અને અન્ય માલસામાન જપ્ત કરાયો છે. EC અનુસાર આ કેસમાં મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હજુ ગઈ કાલે જ સૌરાષ્ટ્ર- કચ્છમાં 30 થી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતા. ફાઇનાન્સ, પ્રોપર્ટી, મીઠાઈ-ફરસાણ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર IT વિભાગે દરોડા પડ્યા હતા.

RELATED ARTICLES

Most Popular