કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈક પર પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના નિવેદનથી દૂરી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે દિગ્વિજય સિંહના પોતાના વિચારો છે. તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે હું દિગ્વિજય સિંહના નિવેદન સાથે સહમત નથી. જો આપણી ભારતીય સેના કંઈક કરે તો પુરાવા આપવાની જરૂર નથી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને હવે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. તેનો ફાયદો દેશને જોડવામાં, નફરતનો અંત લાવવામાં છે. અને ભાજપ અને આરએસએસ દ્વારા દેશ અને જમ્મુ-કાશ્મીરમાં જે નફરતનું વાતાવરણ ફેલાયું છે, અમે તેની સામે ઊભા રહેવાનું લક્ષ્ય રાખીએ છીએ. જમ્મુ-કાશ્મીરનો સૌથી મોટો મુદ્દો રાજ્યનો દરજ્જો છે અને જ્યાં સુધી આ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ મુદ્દો ઉઠાવતા રહીશું. એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, “ગઈકાલે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું, અમે તેમની સાથે વાતચીત કરી હતી. તેમણે અમને કહ્યું કે મનમોહન સિંહ સરકારે કાશ્મીરી પંડિતો માટે કામ કર્યું છે. ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે કાશ્મીરી પંડિતોનો ઉપયોગ કરે છે. અમે કાશ્મીરી પંડિતોની સાથે છીએ.
દિગ્વિજય પર રાહુલની સર્જિકલ સ્ટ્રાઈક, કહ્યું- સેનાની બહાદુરી પર કોઈ સવાલ નથી
RELATED ARTICLES