ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ નિરંતર ટીમમાં ફેરફાર કરતો હોવાથી લોકોની ટીકાનો ભોગ બની રહ્યા છે, પરંતુ આ જ બાબત એના માટે અવરોધરુપ બની શકે છે. આ વર્ષે ટીમ ઈન્ડિયાને એશિયા કપ સિવાય ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં પણ હારનો સામનો કરવાની નોબત આવી હતી. ભારતની હાર બાદ હેડ કોચ રાહુલ દ્રવિડની સૌથી વધારે ટીકા થઈ હતી અને એને જ કારણે દ્રવિડને કોચપદ છોડવું પડી શકે છે.
મીડિયાના અહેવાલ અનુસાર બીસીસીઆઈ હવે દ્રવિડના બદલે વિદેશી કોચની શોધમાં છે, જે રાહુલ દ્રવિડની જગ્યાએ ટીમ ઈન્ડિયાનો કોચ બની શકે છે. જોકે, તેનો અંતિમ નિર્ણય ક્રિકેટ એડવાઈઝરી કમિટી લેસશે. હાલમાં બીસીસીઆઈ અન્ય વિકલ્પ પર પણ નજર દોડાવી રહી છે, જેમાં રાહુલનું નામ હોવા છતાં તેના પર વધારે વર્કલોડ હોવાનું બીસીસીઆઈ માની રહી છે એ વાતને અવગણી શકાય નહીં.
ટીમ ઈન્ડિયાના કોચપદેથી રાહુલની થશે છુટ્ટી?
RELATED ARTICLES