ઝટકે પે ઝટકા! સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં રાહુલ શેવાળેને શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી હોવાનો CM શિંદેનો દાવો, ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે લોકસભના સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં રાહુલ શેવાળેને શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી દીધી છે. જોકે, આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા સીએમ શિંદે ના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે સહિત શિવસેનાના 12 સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને વિનાયક રાઉતને હટાવીને પાર્ટીના નેતા બદલવાનો આગ્રહ કર્યો હતો.
સ્પીકર સાથે મુલાકાત કરનારા શિંદે જૂથના નેતા હેમંત ગોડસેએ જણાવ્યું હતું કે, લોકસભામાં વિનાયક રાઉતની જગ્યાએ રાહુલ શેવાળેને શિવસેના પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવાનો આગ્રહ કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.