Homeટોપ ન્યૂઝફક્ત કૉંગ્રેસ બંધારણનું રક્ષણ કરી શકશે: રાહુલ ગાંધી

ફક્ત કૉંગ્રેસ બંધારણનું રક્ષણ કરી શકશે: રાહુલ ગાંધી

વાશિમ: ભારતીય જનતા પાર્ટી વારંવાર બંધારણ પર આઘાત કરી રહી છે કેમ કે તેઓ દલિતો, આદિવાસીઓ અને ગરીબોને તેમના અધિકારો મળે તે ઈચ્છતી નથી એમ જણાવતાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પોતાની ભારત જોડો યાત્રામાં ભાજપ અને સ્વાતંત્ર્યવીર સાવરકરની ટીકા કરી હતી.
મંગળવારે રાહુલ ગાંધીની યાત્રા ૬૯મા દિવસમાં પ્રવેશી હતી અને તેઓ વિદર્ભના હિંગોલી જિલ્લામાંથી વાશિમ જિલ્લામાં પ્રવેશ્યા હતા. તેમણે સ્થાનિક આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે ફક્ત કૉંગ્રેસ બંધારણનું રક્ષણ કરી શકે છે, આદિવાસીઓને શિક્ષણ આપી શકે છે અને તેમની જમીનો અને હક્કોનું રક્ષણ કરી શકે છે.
તેમણે બિરસા મુંડા અને સાવરકરની સરખામણી કરતાં જણાવ્યું હતું કે બિરસા મુંડાની પોતાના આદર્શો પર અડગ હતા. તેઓ સ્થાનિક આદિવાસીઓ માટે આદર્શ છે. તેઓ એક ડગલું પણ પાછળ ખસ્યા નહોતા. તેમની હત્યા કરવામાં આવી હતી અને તેઓ શહીદ થઈ ગયા હતા. આ આદિવાસીઓનો આદર્શ વ્યક્તિ છે. બીજી તરફ ભાજપ-આરએસએસનો આદર્શ સાવરકર છે જેમને આંદામાનની જેલમાં બે-ત્રણ વર્ષની જેલ થઈ હતી અને તેમણે દયાની અરજી કરવાનું ચાલુ કરી નાખ્યું હતું. તેઓ બ્રિટિશરો પાસેથી પેન્શન લેતા હતા અને તેમને માટે કામ કરતા હતા અને કૉંગ્રેસનો વિરોધ કરતા હતા. (પીટીઆઈ)

RELATED ARTICLES

Most Popular