કોંગ્રેસની ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશ કરી ચુકી છે. આજે ગુરુવારે રાહુલ ગાંધીએ હરિયાણાના નૂહમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના પત્ર પર પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, “યાત્રા રોકવા માટે મને પત્ર લખવામાં આવ્યો છે, કોવિડ આવી રહ્યો છે, યાત્રા રોકવા માટે બહાના કરવામાં આવી રહ્યા છે. તમે ગમે તેટલી કોશિશ કરો, અમે હાર માનવાના નથી.”
રાહુલ ગાંધીએ કહ્યું કે, “તેઓએ (કેન્દ્ર સરકારે) મને પત્ર લખ્યો કે કોરોના આવી રહ્યો છે, યાત્રા રોકીદો. હવે યાત્રા રોકવાના બહાના બનાવવામાં આવી રહ્યા છે. માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોરોના ફેલાઈ રહ્યો છે. આ બધા બહાના છે, તેઓ ભારતની વાસ્તવિકતાથી ડરી ગયા છે.”
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભારત ડરપોક દેશ નથી અને તે કોઈથી ડરતો નથી. અમે દેશને તૂટવા નહીં દઈએ. જો હરિયાણામાં અમારી સરકાર આવશે તો અમે તમામ કામ કરીશું બતાવીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું જ્યારે લોકસભામાં બોલવા જાઉં છું ત્યારે મારું માઈક બંધ થઈ જાય છે. જ્યારે કોઈ નરેન્દ્ર મોદીની સામે ઉભા રહી જાય ત્યારે નરેન્દ્ર મોદી તેમનો સામનો નથી શકતા, ભાગી જાય છે. મોદીજીએ ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરી નથી. આરએસએસ અને ભાજપના લોકો ગરીબો અને ખેડૂતોથી ડરે છે.