નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી અને આજે રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીજીના સ્મારકની મુલાકાત લીધી અને ભૂતપૂર્વ વડાપ્રધાનના સ્મૃતિસ્થળની મુલાકાત પણ લીધી. રસપ્રદ બાબત તો એ છે કે દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી હોવા છતાં રાહુલ ગાંધી માત્ર ટી-શર્ટ પહેર્યું હતું. પણ હવે રાહુલ ગાંધી કેમ આટલી કડકડતી ઠંડીમાં માત્ર ટી-શર્ટ પહેરીને ફરી રહ્યા છે એનું ખરું કારણ સામે આવ્યું છે.
દિલ્હીના લાલ કિલ્લા પરથી કરેલાં સંબોધનમાં પણ રાહુલે પત્રકારો મને પૂછે છે કે તમને ઠંડી લાગતી નથી કે એવું પૂછે છે તેવી ફરિયાદ કરી હતી. પત્રકારોના આ સવાલને જવાબ આપતા રાહુલે જણાવ્યું હતું કે તમે ખેડૂતો અને મજૂરોને આવો સવાલ પૂછશો કે?
આ બધી રામાયણ વચ્ચે ફરી એક વખત ટ્વીટર પર રાહુલ ગાંધીનું ટી-શર્ટ ટ્રેન્ડમાં આવ્યું હતું. આનું કારણ એવું કે કડકડતી ઠંડીમાં કોઈ પણ પ્રકારના ગરમ કપડાં પહેર્યા વિના માત્ર એક ટી-શર્ટ પહેરીને રાહુલ ગાંધી બહાર નીકળ્યા હતા. રાહુલે આ પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે જે લોકો પાસે પહેરવા માટે કપડાં પણ નથી એવા લોકોને ધ્યાનમાં લઈને હું માત્ર ટી-શર્ટ પહેરીને જ નીકળું છું.
ટ્વીટર પર અનેક જણે રાહુલ ગાંધીની એનર્જી અને ફિટનેસનું કારણ શું છે એવું પૂછ્યું હતું. જેના જવાબમાં એક યુઝરે જણાવ્યું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવી દો કારણ કે તે ઠંડીમાં માત્ર ટી-શર્ટ પહેરીને જ ફરી રહ્યા છે. બીજા એક યુઝરે એવું જણાવ્યું હતું કે ખરેખર પૈસામાં ખૂબ જ ગરમી છે…