Rahul Gandhi, Moosewala

સિદ્ધુ મૂસેવાલાને શ્રદ્ધાંજલિ આપવા રાહુલ ગાંધી પહોંચ્યા, પરિવારને સાંત્વના આપી

ટૉપ ન્યૂઝ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળવા માણસાના મુસા ગામમાં પહોંચ્યા હતા. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વાડિંગ સહિત કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ પણ હતા.
તે જ સમયે, માણસા જિલ્લા બાર એસોસિએશને સિદ્ધુ મુસેવાલાના હત્યારાઓનો કેસ નહીં લડવાની જાહેરાત કરી છે. જોકે, બાર એસોસિએશન મુસેવાલાના કેસ વિનામૂલ્યે લડશે. એડવોકેટ્સ બિમલજીત સિંહ, સર્વજીત સિંહ વાલિયા, રણદીપ શર્મા, લલિત અરોરા, સતીન્દરપાલ સિંહ મિત્તલ, જગતાર સિંહ અને ગુરદાસ સિંહ માનની એક પેનલની રચના કરવામાં આવી છે. મંગળવારના રોજ, શ્રી અકાલ તખ્તના જથ્થાદાર, જ્ઞાની હરપ્રીત સિંહ પણ મૂસેવાલાના પરિવાર સાથે શોક વ્યક્ત કરવા માટે મૂસા ગામ પહોંચ્યા હતા.
સોમવારે રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટ અને હરિયાણા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડૉ. અશોક તંવર તેમના પરિવાર સાથે મૂસેવાલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે મૂસેવાલાની હત્યાની નિંદા કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.