કોંગ્રેસના રાયપુર અધિવેશનનો આજે અંતિમ દિવસ છે. આ અંતિમ દિવસે કોંગ્રેસના માજી અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું. પોતાના વક્તવ્યમાં તેમણે દેશની હાલની પરિસ્થિતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગૌતમ અદાણી વેશે વાત કરી હતી. અદાણી વિશે વાત કરતા રાહુલ બોલ્યા કે, જ્યાં સુધી અદાણીનું સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી અમે પ્રશ્ન પૂછ્યા કરીશું. તેમણે ભાજપા-આરએસએસને ‘સત્તાગ્રહી’ જ્યારે અમે ‘સત્યાગ્રહી’ હોવાનું પણ જણાવ્યું હતું. રાહુલ વધુમાં બોલ્યા કે, ‘મેં સંસદમાં એત ઉદ્યોગપિતનો ઉલ્લેખ કર્યો, મેં મોદીજીને માત્ર એટલું જ પૂછ્યું કે તમારો અદાણીજી સાથે શું સંબંધ છે? અને સંપૂર્ણ ભાજપ કરસારે અદાણીને સંરક્ષણ આપવાની શરુઆત કરી. પણ અમે એક વાર નહીં પણ વારંવાર આ પ્રશ્ન પૂછીશું. જ્યાં સુધી અદાણીનું સત્ય સામે નહીં આવે, ત્યાં સુધી અમે પ્રશ્ન પૂછતાં રહીશું’ ‘આદાણી ગ્રુપની તપાસ બાબતે મને સમાધાન નથી. સંરક્ષણ ક્ષેત્રની શૈલ કંપનીઓની તપાસ થઇ નથી રહી. વડાપ્રધાન એ અંગે કંઇ જ બોલ્યા નહીં એનો અર્થ એ છે કે એ એમને બચાવી રહ્યા છે.
कांग्रेस का सत्याग्रह,
भाजपा के ‘सत्ताग्रह’ से जीतेगा।वो सत्ता के लिए कुछ भी करेंगे,
हम सत्य के सहारे लड़ेंगे, और जीतेंगे। pic.twitter.com/aUsQD4BmXM— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2023
એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.’ ભારત જોડો યાત્રા અને કાશ્મીરમાં તિંરગો લહેરાવા બાબત રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પણ નિશાનો સાધ્યો. એ બોલ્યા કે ‘નરેન્દ્ર મોદીએ ભાજપના 15-20 લોકો સાથે શ્રીનગરમાં તીરંગો લહેરાવ્યો, તો અમે કાશ્મીરમાં લાખો યુવાનોના માધ્યમથી તિરંગો લહેરાવ્યો.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘એક પ્રધાને પોતાના એક ઇન્ટર્વયુમાં કહ્યું કે, ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતાં મોટી છે. તો આપણે એમની સાથે કંઇ રીતે લઢી શકીએ? અંગ્રેજોએ આપણા ઉપર રાજ્ય કર્યું ત્યારે શું એમની અર્થ વ્યવસ્થા આપડા કરતાં નાની હતી કે? એટલે એનો અર્થ એ થાય છે કે જે તમારા કરતાં તાકતવર છે એમની સાથે ન લઢવું… આપડા કરતાં દુર્બળ સાથે લઢવું એમા કોઇ મોટી વાત નથી, એ રાષ્ટ્રવાદ ન કહેવાય.’ એવી ટીકા પણ એમણે કરી.