Homeદેશ વિદેશબદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સજા: મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતાના દેખાવો

બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સજા: મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતાના દેખાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતાઓએ ગુજરાતની કોર્ટ દ્વારા સંસદસભ્ય રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી તેના વિરોધમાં ગુરુવારે વિરોધ પ્રદર્શન કર્યા હતા. રાહુલ ગાંધી સામે મોદી અટક બાબતની એક ટિપ્પણી પર બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, મુંબઈ એકમના અધ્યક્ષ ભાઈ જગતાપ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણ તેમ જ પાર્ટીના અન્ય નેતાઓએ પાર્ટીની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સૂરતની એક કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટક ધરાવનારા લોકો બાબતની ટિપ્પણી અંગે કસૂરવાર ઠેરવીને બદનક્ષીના કેસમાં સજા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘બધા ચોરની અટક મોદી કેમ હોય છે.’ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ. એચ. વર્માએ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ બદનક્ષી બદલ કસૂરવાર ઠેરવ્યા હતા. તેમણે રાહુલ ગાંધીને તત્કાળ જામીન પણ આપી દીધા હતા અને ૩૦ દિવસનો સમય આપ્યો હતો જેથી સજાના વિરુદ્ધ ઉપલી અદાલતમાં અરજી કરી શકે.
મુંબઈમાં દેખાવો વખતે પટોલેએ કહ્યું હતું કે રાજ્યમાં કૉંગ્રેસ જેલ ભરો આંદોલન છેડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બદલાની રાજનીતી લાંબો સમય ચાલશે નહી.ં જે રીતે રાહુલ ગાંધીને કસૂરવાર ઠેરવીને બે વર્ષના કારાવાસની સજા આપવામાં આવી છે તેમને ખોટી રીતે દોષી જાહેર કરાયા છે. આ કેન્દ્રમાંથી આવી રહેલા દબાણને કારણે કરવામાં આવ્યું છે. તેમની છબી ખરાબ કરવાનો આ પ્રયાસ છે. કૉંગ્રેસ જેલભરો આંદોલન કરશે. નેતાઓએ કહ્યું હતું કે મહત્ત્વના મુદ્દાઓ પરથી ધ્યાન અન્યત્ર વાળવા માટે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
—-
રાહુલ ગાંધીને કરાયેલી સજાનું શિવસેનાએ સ્વાગત કર્યું
રાષ્ટ્રીય મહત્ત્વની વ્યક્તિનું અપમાન કરવા બદલ ગુનો નોંધવો જોઈએ
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અટકને લઈને બદનક્ષીપૂર્ણ નિવેદન કરવા બદલ કૉંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરવામાં આવી તેનું શિવસેના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય મહત્ત્વની વ્યક્તિઓ વીર વિનાયક દામોદર સાવરકરનું પરદેશમાં જઈને અપમાન કરવા બદલ પણ તેમની સામે ગુનો નોંધવામાં આવવો જોઈએ.
શિવસેનાના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને વ્યક્તિગત ટિપ્પણી કરવાની આદત પડી ગઈ છે.
તેમની સામે રાષ્ટ્રીય મહત્ત્વની વ્યક્તિઓનું વિદેશમાં જઈને અપમાન કરવા બદલ ગુનો નોંધવો જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરની વિદેશયાત્રા વખતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે સાવરકર અંગે ટિપ્પણી કરી હતી જેને કારણે વિવાદ થયો હતો.
સૂરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરી હતી. ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પુર્ણેશ મોદીએ નોંધાવેલી ફરિયાદને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -