કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં થયેલી ખામીને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)એ કોંગ્રેસને આપેલો જવાબ સામે આવ્યો છે. CRPF દ્વારા કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીની સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, અનેક પ્રસંગોએ ખુદ રાહુલ ગાંધી દ્વારા સુરક્ષા સૂચનાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસે લખેલા પત્રના જવાબમાં CRPFએ કહ્યું કે વર્ષ 2020થી અત્યાર સુધી રાહુલ ગાંધીએ 113 વખત સુરક્ષા નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે તેમને સમયાંતરે માહિતી પણ આપવામાં આવી છે. કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને ‘ભારત જોડો યાત્રા’ની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધીની સુરક્ષા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા નથી.
CRPF એ તેના જવાબમાં કહ્યું છે કે રાહુલ ગાંધી માટે લેવાયેલા તમામ સુરક્ષા પગલાં માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે કહ્યું કે સુરક્ષા કાર્ય માટે યોગ્ય રીતે ગોઠવણ ત્યારે જ થાય છે જ્યારે સુરક્ષિત વ્યક્તિ પણ માર્ગદર્શિકાનું પાલન કરે. જોકે, રાહુલ ગાંધી પોતે ક્યારેક સુરક્ષા કોર્ડન તોડીને લોકોને મળીને પોતાની સુરક્ષાને જોખમમાં મૂકે છે.
‘રાહુલ ગાંધીએ પોતે 113 વખત સુરક્ષા નિયમો તોડ્યા’, કોંગ્રેસના પત્રનો CRPFએ જવાબ આપ્યો
RELATED ARTICLES