મોદી અટક પર ટિપ્પણી માટે સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષ જેલની સજા ફટકારી છે. જોકે આ સજા 30 દવિસ માટે સ્થગીત કરવામાં આવી છે. ત્યાર બાદ તેમને જામીન પણ મળ્યા છે. જોકે રાહુલ ગાંધી કોર્ટના આ નિર્ણયને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારી શકે છે. રાહુલની તરફેણમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે, તો બીજી બાજુ સોશિયલ મીડિયા વોર પણ શરુ થઇ ગઇ છે. કોર્ટના આ આદેશ બાદ કોંગ્રેસ નેતાઓએ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સાથે ડરો મત લખીને તેને પ્રોફાઇલ ફોટો તરીકે સેટ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એક તરફ રાહુલ ગાંધીને સૂરત કોર્ટે સજા ફટકારતા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે તો બીજી બાજુ કોંગ્રેસે પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પરનો પ્રોફાઇલ ફોટો બદલતા કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓએ પણ પોતનો પ્રોફાઇલ ફોટો બદલવાની શરુઆત કરી છે.
કોંગ્રેસે ટ્વીટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જેવા અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવો પ્રોફાઇલ ફોટો અપલો કર્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો છે જેના ઉપર ‘ડરો મત’ એમ લખવામાં આવ્યું છે. આ સમચાર સાથે જ કોંગ્રેસના અધિકૃત સોશિયલ મીડિયાનો ડીપી ચેન્જ કરવામાં આવ્યો છે. જેમાં ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકના ડીપી પણ ચેન્જ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધી સૂરતથી દિલ્લી પરત ફર્યા ત્યારે તેમના નિવાસ સ્થાને અગાઉથી કાર્યકર્તાઓની ભીડ જમા થઇ ગઇ હતી. ત્યારે સોનિયા ગાંધી પણ પોતાના દિકરાને મળવા તેના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા.