કાશ્મીરઃ કાશ્મીરમાં પોતાના અંતિમ તબક્કામાં પહોંચેલી ભારત જોડો યાત્રા દરમિયાન થયેલી સુરક્ષા ચૂક મામલે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન કરતાં પણ તેમણે ટ્વીટમાં જે વાત કરી છે એની ચર્ચા વધુ થઈ રહી છે.
રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતાં જણાવ્યું હતું કે આજે સવાલે ભીડ હતી અને અમે લોકો પગે ચાલવાની આશા રાખતા હતા, પણ પોલીસ વ્યવસ્થા પડી પાંગી. મારી સુરક્ષાવ્યવસ્થા જરા અસહજ જ હતી અને મેં ચાલવાનું મુલતવી રાખ્યું હતું.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ભારત જોડો યાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ટૂંકા પડ્યા અને ત્યાર બાદ તેમા સુરક્ષા કર્મચારીઓની સલાહને ધ્યાનમાં લઈને યાત્રા રદ્દ કરી હતી. એટલું જ નહીં તેમણે પત્રકારો સાથેની વાત-ચીતમાં એવું પણ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારે આ યાત્રા અને તેની સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં આવું ના થવું જોઈએ.
લોકોએ રાહુલનું જોરદાર સ્વાગત કર્યું અને સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી હતી. રાહુલ પણ યાત્રા કરવા માટે ખૂબ જ ઉત્સુક હતા, પણ છેલ્લી ઘડીએ સુરક્ષા વ્યવસ્થામાં લોચો પડતાં આખરે આ યાત્રા રદ કરવી પડી હતી. રાહુલે આ મામલે જણાવ્યું હતું કે આ પ્રશાસનની જવાબદારી છે. મારા માટે ખૂબ જ મુશ્કેલ છે કે હું મારા સિક્યોરિટી ગાર્ડ્સની સલાહના વિરુધ જાઉં. 7મી સપ્ટેમ્બરના તામિલનાડુના કન્યાકુમારીથી શરુ થયેલી આ ભારત જોડો યાત્રા 30મી જાન્યુઆરીના શ્રીનગરમાં પૂરી જશે.
भले नज़ारे सर्द दिख रहे हों, पर बर्फ़ीली चोटियों के बीच भी गर्माहट है – प्यार और सौहार्द की, बेहतर भविष्य की उम्मीद के सूरज की। pic.twitter.com/9BGvzFcFtd
— Rahul Gandhi (@RahulGandhi) January 27, 2023
દરમિયાન રાહુલ ગાંધીએ કરેલાં ટ્વીટની પણ એટલી જ ચર્ચા ચાલી રહી છે. આજે રાહુલે ટ્વીટ કરીને પણ જણાવ્યું હતું કે ભલે અહીં વાતાવરણ ઠંડુ અને આહ્લાદક દેખાઈ રહ્યું હોય પણ અહીં બર્ફીલા પહાડો વચ્ચે પણ ગર્માહટ છે-પ્રેમ અને સૌહાર્દની, ઉજ્જવળ ભવિષ્યની આશાના સૂરજની…