જનતા દળ યુનાઈટેડના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ યાદવનું ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે 75 વર્ષની વયે નિધન થયું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે તેમના ઘરે પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રાહુલ ગાંધી શરદ યાદવના પરિવારજનોને મળ્યા હતા. શરદ યાદવની પુત્રી અને કોંગ્રેસ નેતા સુભાષિની રાજ રાવ રાહુલ ગાંધીને વળગીને રડી પડ્યા હતા. રાહુલ ગાંધી તેમને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું, “મેં શરદ યાદવજી પાસેથી રાજકારણ વિશે ઘણું શીખ્યું છે. આજે તેમના નિધનથી મને દુ:ખ થયું છે. મારી દાદી સાથે તેમની રાજકીય લડાઈઓ હતી. પરંતુ તેમની વચ્ચે સન્માનનો સંબંધ હતો. મેં તેમની પાસેથી રાજકારણ વિશે ઘણું શીખ્યું, શરદ યાદવ જી હવે નથી રહ્યા. તેમણે રાજકારણમાં તેમનું સન્માન જાળવી રાખ્યું, રાજકારણમાં માન ગુમાવવું ખૂબ જ સરળ છે.”
શરદ યાદવને લાંબા સમયથી કિડનીની બિમારી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરદ યાદવના મૃત્યુની જાણકારી તેમની પુત્રી સુભાષિની યાદવે તેમના ફેસબુક પેજ પર આપી હતી.
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવે શુક્રવારે સિંગાપોરથી એક વીડિયો સંદેશમાં શરદ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત નેતા માટે ટ્વિટર પર વીડિયો મેસેજ પોસ્ટ કરતા લાલુ યાદવ ભાવુક થઈ ગયા હતા. લાલુ યાદવ હાલમાં સિંગાપોરમાં પોતાની કિડનીની સારવાર કરાવી રહ્યા છે.
अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में।
शरद भाई…ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg
— Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023
“>