પોતાના જ લગ્નના દિવસે ટલ્લી હતી આ અભિનેત્રી, નવાઝુદ્દીન સિદ્ધિકીની અભિનેત્રીએ લગ્નનો કર્યો ઘટસ્ફોટ

ફિલ્મી ફંડા

લગ્ન એક એવો પ્રસંગ છે જેની યાદોને કેમેરામાં કેદ કરીને આજીવન સાચવી લેવાય છે. ઘણા લોકો પાસે તેમના લગ્નની અઢળક તસવીરો હશે જ, પરંતુ બોલીવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પાસે લગ્નની એક પણ તસવીર નથી. હાલમાં જ રાધિકાએ તેના લગ્ન અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મારા પાસે લગ્નની એકપણ તસવીર નથી. 10 વર્ષ પહેલા તેણે બેડિકટ સાથે લગ્ન કર્યા હતાં. ઈંગ્લેન્ડમાં એક જગ્યાએ લગ્ન કરીને પાર્ટી કરી હતી. લગ્નમાં ખાવાનું પણ અમે પોતે બનાવ્યું હતું. મારા ઘણા મિત્રો સારા ફોટોગ્રાફર છે, પણ તેમાંથી કોઈએ ફોટો ખેંચ્યો નહીં. લગ્ન સમયે અમે બધા ખૂબ જ નશામાં હતાં અને આ જ કારણ છે કે મારા લગ્નની એકપણ તસવીર નથી. એક રીતે સારું પણ છે કે અમે યાદોને એકઠી નથી કરતાં તેને તે જ સમયે જીવીએ છીએ. મારા પતિને ફોટા પડાવવાનો બિલકુલ શોખ નથી.
મહત્ત્વની વાત એ છે કે રાધિકા તેના પતિ સાથે નથી રહેતી. તે કામ માટે મુંબઈમાં અને તેનો પતિ લંડનમાં રહે છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપને લઈને રાધિકા એ જણાવ્યું હતું કે તેની પર્સનલ લાઈફ ઘણી હેક્ટિક રહે છે કારણકે તેને વારંવાર ભારત અને લંડન એમ ટ્રાવેલ કરતું રહેવું પડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.