ક્વોન્ટમ થિયરી અને ભારતીય પૌરાણિક કથા

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

પ્રકાશ-ઊર્જા-ફોટોન પદાર્થકણ તરીકે વર્તે છે. અને ઇલેકટ્રોન પદાર્થકણ તરંગરૂપે વર્તે છે. તેથી સૂક્ષ્મ દુનિયાની ગતિ-વિધિનો વિકાસ જાણવા ઑસ્ટ્રીયાના ભૌતિકશાસ્ત્રી ઇરવીન સ્ત્રોડીંજરે તરંગ-સમીકરણની શોધ કરી તેનું નામ સ્ત્રોડીંજર વેવ-ઇકવેશન પડયું. આ વેવ-ઇકવેશન Equation તરંગ સમીકરણ)માં તરંગો બધી જ દિશામાંથી આવે છે અને પદાર્થકણને જેમ સૂંડલો કે બાસ્કેટ ધેરી લે છે તેમ ધેરી લે છે. તેનો આકાર બેલ (Bellઘંટ) જેવો બને છે. આ વેવ-પેેકેટને વિજ્ઞાનીઓ સુપર પોત્ઝીન ઓફ વેવ્ઝ કહે છે. આ વેવ-પેકેટમાં કયાંક પદાર્થકરણ હોય છે. એ પદાર્થકરણ કયાં છે તે સચોટ રીતે આપણે કહી શકીએ નહીં, પણ તેની જગ્યાની સંભવિતતા (ાફિબફબશહશિું) કહી શકીએ અથવા તો માત્ર સંભવિતતાથી જ તેનું વર્ણન થઇ શકે. આમ કવૉન્ટમ થિયરીમાં સંભવિતતાનો પ્રવેશ થયો.
સ્ત્રોડીંજરના તરંગ-સમીકરણની થિયરી ક્રિયાનું વર્ણન કરે છે પણ તેની ઉપર ક્રિયા જોનારની અસર બાબત કાંઇ પણ દર્શાવતું નથી. દા. ત. કોઇ વકતા બોલતો હોય તો તેની અસર શ્રોતા પર પડે છે, પણ તે અધૂરી વાત ગણાય. શ્રોતાઓની પણ વક્તા ઉપર અસર પડે જ છે. કોઇ નાનો વિજ્ઞાની તેની થિયરી સમજાવતો હોય ત્યારે તે બરાબર સમજાવતો હોય છે. પણ તેના શ્રોતાજનોમાં આઇન્સ્ટાઇન કે સુબ્રમણયમ ચંદ્રશેખર આવીને બેસે તો તેના પર આ લોકોની હાજરીની અસર તરત જ વર્તાય છે. તે નાનો વિજ્ઞાની સતત દબાણ નીચે આવી જાય છે. આમ સ્ત્રોડીંજરની કવૉન્ટમ થિયરી અધૂરી ગણાય. બીજું કે સ્ત્રોડીંજરની થિયરીમાં જ્યારે આપને માપન કરવા બેસીએ ત્યારે માત્ર એક જ તરંગ બચે છે. બીજા બધાં જ તરંગો સુપર પોઝીશનમાંથી અદૃશ્ય થઇ જાય છે, એટલે કે એક જ પ્રોબેબિલિટી રહે છે અને બીજી બધી પ્રોબેબિલિટી અંતર્ધ્યાન થઇ જાય છે. આ પણ તેની અધૂરપ ગણાય.
આ બાબત આપણે એક ઉદાહરણ લઇને સમજીએ ત્રણ ફળ કેરી, કેળું અને નારંગીમાંથી તમને કોઇ એક ફળ પસંદ કરવાનું કહે અને શરત મૂકે કે પછી તમે બીજા કોઇ ફળ પસંદ ન કરી શકો તો ત્રણમાંથી એક ફળ પસંદ કરવાની પ્રોબેબિલિટી ૧/૩ (એક તૃતિયાંશ) થાય. તમે એક ફળ પસંદ કરી લો પછી પણ તમને ફળ પસંદ કરવાની છૂટ હોય તો તે પ્રોબેબિલિટી
૧/૨ (એક દૂતિયાંશ) થાય કારણ કે ત્યાં એ જ ફળ બાકી હતા. તમે બે ફળો એક પછી એક પસંદ કરીને ખાઇ ગયા હો પછી પણ જો તમને ફળ પસંદ કરવાની અને ખાવાની છૂટ હોય તો એક ફળ જ બાકી હોવાથી તેની પ્રોબેબિલિટી એક થાય. આમ સ્ત્રોડીંજરની થિયરીમાં જ્યારે તમે માપન કરવા બેસો એટલે સુપર પોઝીશન ઑફ વેવ્ઝ (વેવ-પેકેટ) માં માત્ર એક જ તરંગ બાકી રહે અને બીજા બધાં અદૃશ્ય થઇ જાય. સ્ત્રોડીંજર બ્હોરની થિયરીમાં ઉપરોક્ત ખામીઓ હતી જેને હયુ એવરેટે તેની થિયરીમાં દૂર કરી, અને તેને યુનિવર્સલ વેવ ફંકશની થિયરી આપી જેને અનેક વિશ્ર્વોનું અસ્તિત્વ હોવાની સંભાવના દર્શાવી.
ભારતીયો માટે આવો વિચાર નવો નથી, કારણકે ભારતીય પૌરાણિક કથામાં આ અનેક વિશ્ર્વોના અસ્તિત્વની વાત કહેવામાં આવી છે. સ્વામિનારાયણ ભગંતાને પણ તેના વચનામૃતમાં કહેલું છે કે મારે રૂંવાડે રૂંવાડે બ્રહ્માંડ છે. પૌરાણિક કથા કહે છે કે એકવાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વચ્ચે ઝઘડો થયો કે કોણ મોટો દેવ? તેઓ નિશ્ર્ચિત કરી શકયાં નહીં. તેઓએ નક્કી કર્યું કે આપણે શક્તિ અંબા પાસે જઇએ આ પ્રશ્ર્નનો ઉકેલ તોડી શોધીએ. ત્રણેય દેવો માતાજી પાસે ગયા અને ન્યાય કરવા વિનંતી કરી. અંબા માતાજીએ કહ્યું ચાલો, મારી સાથે. માતાજી તેમને બીજા એક બ્રહ્માંડમાં લઇ ગયા અને દર્શાવ્યું કે જુઓ અહીં પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. પણ બીજા, ત્રીજા, ચોથા એમ અનેક બ્રહ્માંડોમાં લઇ ગયા અને ત્યાં તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેખાડયા. તેથી ત્રણેય દેવોનું અભિમાન ગળી ગયું અને ઝઘડાનો ઉકેલ મળી ગયો. ઘણીવાર તો લાગ્યા વગર રહેતું નથી કે કોઇ પણ વૈજ્ઞાનિક જૂની અથવા નવી થિયરી લો. તેના મૂળિયા પ્રાચીન ભૂતકાળમાંથી મળી જ આવે છે અને આપણને દર્શાવે છે કે કોઇ થિયરી નવી નથી. તેના મૂળિયા ભૂતકાળમાં દેખાય છે. આનું નામ ઉર્ધ્વમૂલમ અધ:શાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્ / છન્દાંસિ મસ્ય પર્ણાનિ મસ્તં વેદ સવેદવિત (શ્રીમદ્ ભગવદ્ગીતા અધ્યાય ૧૫, શ્ર્લોક ૧).
હયૂ એવરેટે તેની યુનિવર્સલ વેવ ફંકશનની થિસીસ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી જહોન આર્કિબાલ્ડ વ્હીલરના માર્ગદર્શન નીચે તૈયાર કરી હતી. એવરેટની આ થિસીસ તૈયાર થઇ એટલે તેના ગુરુ જહોન આર્કિબાલ્ડ વ્હીલરે થિસીસને કોપનહેગનની રોયલ ડેનીસ ઍકેડેમી ઑફ સાયન્સિસ ઍન્ડ લેટર્સમાં પ્રકાશિત થાય તે માટે કોપનહેગન લઇ ગયા. આ થિસીસની તેણે વિખ્યાત કવૉન્ટમ ભૌતિકશાસ્ત્રી નીલ્સ બોહર સાથે ત્રણવાર લાંબી મીટિંગ લઇને ખૂબ જોરદાર ચર્ચા કરી. બોહરની ઇન્સ્ટિટયૂટના બીજા ભૌતિકશાસ્ત્રીઓ સાથે પણ તેની ચર્ચા કરી. પણ બોહર અને તેના સહકાર્યકરો એવરેટની થિયરી સાથે સહમત ન થયાં. કારણકે તેથી નીલ્સ બોહર અને તેના સહકાર્યકરો કવૉન્ટમ ભૌતિયુશાસ્ત્રીઓએ પ્રચલિત કરેલા કવૉન્ટમ થિયરી વિશેના કહેવાતા ‘કોપનહગેન અર્થઘટન’નો કાંકરો નીકળી જાય છે. તેઓએ એવરેટની થિયરીને કાલ્પનિક કહીને અપમાનિત કરી. વ્હીલરને તેના શિષ્યની કોપનહેગન અર્થઘટનને પડકારતી સાચી થિયરી માટે કહેવું પડયું કે એવરેટની થિયરી કોપનહેગન અર્થઘટનને પડકારતી નથી. તેને ખોટી સાબિત કરતી નથી પણ તેને સુધારે છે અને તેને વિસ્તૃત કરે છે. તેમ છતાં બોહર અને તેની પૂરી સંસ્થા તે સ્વીકારવા પણ તૈયાર ન થઇ. એવરેટ પોતે કોપનહેગન અર્થઘટનને નકામુ માનતા હતા. એવરેટને બોહર અને તેના સહકાર્યકરો પર ચીઢ પણ ચડેલી, પણ જો તેઓ આ થિયરીને સંમતિ ન આપે ત્યાં સુધી થિયરીનું કોઇ ભાવિ ન ગણાય. કારણકે તેઓ જ તેના તપાસનારા બનવાનાં હતાં.
એવરેટે પછી પેન્ટાગોનમાં મિલિટરી વેપન્સ બનાવવાના સંશોધન વિભાગમાં નોકરી સ્વીકારી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રને હંમેશાંને માટે તિલાંજલિ આપી દીધી. વ્હીલરની સલાહ મુજબ તેણે તેની થિયરીને ચોથા ભાગની કરી નાંખી, અને એવી રીતે લખે કે બહુ ટીકાત્મક ન બને. થિસીસ કે સંશોધનપત્રને બદલીને ફરીવાર લખવું કેટલું દુષ્કર છે, તે ય વળી હતાશામાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.