Homeમેટિનીપ્યાર હવા કા એક ઝોંકા હૈ જો સબ કુછ ઉડાકર લે જાતા...

પ્યાર હવા કા એક ઝોંકા હૈ જો સબ કુછ ઉડાકર લે જાતા હૈ.

સતત આઠ વર્ષ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી યશજીએ નિર્માતા તરીકે ભાગીદારી કરવી પડી..

રંગીન ઝમાન-હકીમ રંગવાલા

હિન્દી ફિલ્મોના મશહૂર પ્રોડ્યુસર-ડિરેકટર યશ ચોપરાએ પોતાની ફિલ્મી કારકિર્દી મોટાભાઈ બલદેવ રાજ ચોપરાના બેનર બી.આર. ફિલ્મ્સથી શરૂ કરી. ધૂલ કા ફૂલ, ધર્મપુત્ર, વક્ત, આદમી ઔર ઈન્સાન, ઇતેફાક જેવી ફિલ્મો દિગ્દર્શિત કરી અને પછીથી પોતાનું ખુદનું બેનર ૧૯૭૩માં યશરાજ ફિલ્મ્સ નામથી સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે ભાગીદારીમાં ઊભું કર્યુ અને રાજેશ ખન્નાને હીરો તરીકેની ભૂમિકા આપીને ’દાગ’ ફિલ્મ બનાવી. આ ફિલ્મની સ્ટોરી થોમ્સ હાર્ડીની બેસ્ટ સેલર નોવેલ ‘મેયર ઓફ કેસ્ટર બ્રીજ’ પરથી લખેલી અને પહેલી વખત બે બંગાળી હિરોઇન શર્મિલા ટાગોર અને રાખી એક સાથે કોઈ ફિલ્મમાં આવી.
રાખીને ‘દાગ’ ફિલ્મમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવૉર્ડ મળ્યો અને રાખીને યશ ચોપરાએ પહેરાવેલી શિફોન સાડીઓ પણ ખૂબ વખણાય ગઈ અને આ ફિલ્મમાં રાખીનું નામ ‘ચાંદની’ રાખવામાં આવેલું અને આગળ જતાં યશરાજની અમુક ફિલ્મોમાં હિરોઇનનું નામ ચાંદની રાખવામાં આવેલું! રાજેશ ખન્નાએ પોતાની ભાગીદારી છૂટી કરી પછી યશ ચોપરાએ પત્ની પમિલા ચોપરાની મદદ વડે યશરાજ બેનરને સફળતા અને સ્થિરતા અપાવી.
યશ ચોપરાની ફિલ્મ કારકિર્દીમાં પહેલી વખત એમને ઉધાર લઈને ફિલ્મ પ્રોડ્યુસ કરવાની મજબૂરી આવેલી.ચાંદની ફિલ્મમાં યશ ચોપરા સાથે નિર્માતા તરીકે ટી.સુબ્બારામી.રેડ્ડીનું નામ હતું.
પોતાની પહેલી જ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે દાગ બનાવ્યા પછી યશજીને પાછળ ફરીને જોવાનું નહોતું.પણ ૧૯૮૧ થી૧૯૮૮ સુધી સતત આઠ વર્ષ લાગલગાટ નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી યશજીએ નિર્માતા તરીકે ભાગીદારી કરવી પડી.
યશરાજની સિલસિલા, નાખુદા, સવાલ, વિજય, મશાલ, ફાસલે ૧૯૮૧થી ૧૯૮૮ સુધીમાં મહાનિષ્ફળ ફિલ્મો રહી.અને યશજીએ ૧૯૮૯માં ચાંદની ફિલ્મ બનાવી.
આ ફિલ્મની સ્ટોરીમાં યશજીએ અનેક ફેરફારો કરેલા અને પોતાની રીતે ફિલ્મ બનાવી. ઋષિકપૂર પણ ૧૯૮૦ની હિટ ‘કર્ઝ’ પછી સતત નિષ્ફળતાથી ઘેરાયેલો હતો અને વિનોદખન્નાને રજનીશના આશ્રમમાંથી પરત આવ્યા પછી એક સ્થાપિત હિટ ફિલ્મની તલાશ હતી.જોકે ઋષિકપૂરની ભૂમિકા માટે યશ ચોપરાની પહેલી પસંદગી અનિલ કપૂર હતો પણ અનિલ કપૂરે આ ભૂમિકામાં અપાહીજ બનવાનું હોવાથી ના કહી દીધી. અનિલ કપૂર પછી આ ભૂમિકા ગોવિંદાને ઓફર કરેલી અને ગોવિંદાએ પણ અપાહીજ બનવાની ભૂમિકા માટે ના કહી એ પછી ‘ચાંદની’ ફિલ્મમાં ઋષિકપૂરની એન્ટ્રી થઈ હતી!
લગી આજ સાવન કી ફિર વો ઝડી હે.., મહેબૂબા.., મિતવા.. ‘મેં સસૂરાલ નહિ જાઉગી..’, ‘મેરે હાથો મેં નૌ નૌ ચુડિયા..,’ ‘આ મેરી જાન મેં તુજમે અપની જાન રખદુ..,’ ‘પરબત પે કાલી ઘટા ટકરાઈ…’
પમિલા ચોપરાએ ગાયેલું મેં સસુરાલ નહિ જાઉગી,કે લતાજીનાં સુપરહિટ ગીતો ઉપરાંત યશજીના આદેશથી ખુદ શ્રીદેવીએ ગાયેલું ગીત!આ કોઈ ફિલ્મ ન હતી, પણ નશો હતો! શ્રીદેવીની બ્યુટીને ડાન્સનો, રમણીય લોકેશન, શીવહરીના મ્યુઝિકનો, યશ ચોપરાના જાજરમાન પ્રોડક્શનનો, શ્રી, રીશીને વિનોદ ખન્નાની ત્રિપુટીએ આપેલી ટ્રીટનો! આ ફિલ્મમાં પ્રથમવાર શ્રીદેવીએ ડબિંગ આર્ટિસ્ટનો ઉપયોગ કર્યા વગર ખૂદ પોતાનો અવાજ આપ્યો હિન્દી ફિલ્મ માટે!
આ ફિલ્મે સૌને તારી દીધેલા. શ્રીદેવીનો અદભુત તાંડવ ડાન્સ ફિલ્મમાં દર્શકોને ડોલાવી જાય છે. ૧૪ સપ્ટેમ્બર ૧૯૮૯ની રિલીઝ અને ૧૯૮૯ની ચાર સુપરહિટ ફિલ્મોમાં સુભાષ ધાઈની રામ લખન, યશજીની ચાંદની અને બ્લોકબસ્ટર સૂરજ બડજાત્યાની મેને પ્યાર કિયા અને ચોથી સુપરહિટ રાજીવ રાયની ત્રિદેવ. અમિતાભની કારકિર્દીને આ વર્ષમાં જ અસ્ત થવાનું વરદાન હતું, તૂફાન અને જાદુગર! કોઈ માને યાં ન માને પણ એક વાસ્તવ એ છે કે ભારતને જોડી રાખનારું એક મજબૂત પરિબળ હિન્દી ફિલ્મો છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular