ઇઝરાયલના નવા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને જોરદાર ઝટકો આપ્યો છે. વિદેશી મીડિયાના અહેવાલો મુજબ, નેતન્યાહુએ શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઇન બાબતે ઇઝરાયલ વિરોધી ઠરાવ પર ચાવીરૂપ મતદાન પહેલા ઝેલેન્સકીને ફોન કર્યો હતો. નેતન્યાહુએ કથિત રીતે ઝેલેન્સ્કીને ઇઝરાયલ વિરુદ્ધ મત ન આપવા જણાવ્યું હતું, પરંતુ યુક્રેનિયન રાષ્ટ્રપતિએ જવાબમાં પૂછ્યું હતું કે યુક્રેનને તેનાથી કેવી રીતે ફાયદો થશે. યુક્રેનના રાષ્ટ્રપતિએ શરત મૂકી હતી કે જો ઇઝરાયેલ રશિયાના આક્રમણ સામે યુદ્ધગ્રસ્ત રાષ્ટ્ર યુક્રેનને શસ્ત્રો-સરંજામ આપી મદદ કરવા તૈયાર થાય તો તેઓ યુએનમાં ઇઝરાયલની તરફેણમાં મત આપશે. જ્યારે નેતન્યાહુએ કોઈ પ્રતિબદ્ધતા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે ઝેલેન્સકીએ તેમના દેશના દૂતને યુએનમાં મત માટે નહીં મોકલવાનું નક્કી કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, રશિયાના પ્રમુખ વ્લાડિમીર પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકબીજાના ખાસ મિત્ર છે અને યુએનમાં અનેક પ્રસંગોએ મિત્ર અને તેના દેશને મદદ કરવા અને મિત્રતાની મિસાલ આપવા તૈયાર રહે છે.