મુંદરા હેરોઈન કેસમાં પંજાબના પ્રોપર્ટી ડિલરની ધરપકડ: દસ દિવસના રિમાન્ડ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પંજાબ પોલીસ અને ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળના સંયુક્ત ઓપરેશનમાં, કચ્છના મુંદરા બંદર નજીકના ખાનગી ક્ધટેઈનર ફ્રેઈટ સ્ટેશનમાંથી તાજેતરમાં ઝડપાયેલાં ૩૭૬.૫૦ કરોડના ૭૫ કિલો ૩૦૦ ગ્રામ હેરોઈનના કેસમાં માલેરકોટલા (સંગરુર જિલ્લો)ના પ્રોપર્ટી ડિલર દીપક અશોક કિંગરની ધરપકડ કરી છે. આરોપી દીપકને ભુજની એનડીપીએસ કોર્ટમાં રજૂ કર્યા બાદ એટીએસ વતી ખાસ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. અદાલતે આરોપી દીપકના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
આ અંગે ગુજરાત એટીએસના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપેન ભદ્રને માહિતી આપતાં જણાવ્યું હતું કે, દીપકે ફરીદકોટ જેલમાં બંધ કુખ્યાત ગૅંગસ્ટર બગ્ગા ખાનના ઈશારે પડોશમાં રહેતાં અને ડિલાઈટ ઈમ્પેક્સના નામે એક્સપોર્ટ ઈમ્પોર્ટનું લાઈસન્સ ધરાવતાં યુગલને સાધ્યું હતું. આ યુગલને વિશ્ર્વાસમાં લઈ દીપકે બગ્ગા ખાનના ઈશારે ગત મે મહિનામાં યુનાઇટેડ આરબ અમિરાતથી ચાર હજાર કિલો જેટલી કોટન રોલ્સના ૬૪ રોલની અંદર છુપાવેલા કુલ ૭૫૩૦૦ કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો જેને સ્થળ ઉપર હાજર એફએસએલ મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલો માદક પદાર્થ હાઈ પ્યોરિટીનું હેરોઇન હોવાનું જાણવા મળ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.૩૭૬.૫ કરોડની થાય છે.
આ ચકચારી ગુનામાં મુખ્ય સૂત્રધાર કોણ છે, કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કોણે કરેલું, અગાઉના ડ્રગ્સ પેડલરોની સંડોવણી છે કે કેમ, ડ્રગ્સ ભારતમાં જ વપરાવાનું હતું કે અન્ય કોઈ દેશમાં પણ મોકલવાનું હતું તે સહિતની બાબતો અંગે ખૂટતી કડીઓ જાણવા માટે એટીએસએ આરોપીને કસ્ટડીમાં
લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માદક પદાર્થોની બદી માટે કુખ્યાત પંજાબમાં ડ્રગ્સ લઇ આવવા માટે કચ્છનું મુંદરા અદાણી પોર્ટ ડ્રગ માફિયાઓની પ્રથમ પસંદગી બની ગયું હોય તેમ અગાઉ અમૃતસરની પેઢીએ મીઠાની આડમાં ૫૩૨ કિલો હેરોઇન મગાવ્યું હતુ. આ વર્ષે સર્ચ દરમિયાન અમૃતસરની કંપનીમાંથી ૨૦૦ કિલો હેરોઇન મળ્યું હતું જે ઈટાલીથી સીમરન સંધુએ મુંદરા પોર્ટ મારફતે મોકલ્યું હતું. ગત સપ્ટેમ્બરમાં ઈરાનથી ટેલકમ પાવડરની આડમાં ૩ હજાર કિલો હેરોઇન આવ્યું હતું જે પંજાબમાં વિતરણ થવાનું હતું.
૪ માસ અગાઉ મુંદરા બંદરેથી મળી આવેલા હેરોઇન મામલે અમૃતસરના સની દયાલનું નામ સામે આવ્યું હતું અને તેના બે સાગરિતોએ અગાઉ ૧ ક્વિટંલ હેરોઇન મુંદરા પોર્ટ મારફતે મંગાવી ચૂકયા હોવાનું તપાસકર્તાઓને જણાવ્યું હતું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.