Mohali MMS: એક વિદ્યાર્થિનીએ જ અન્ય વિદ્યાર્થિનીઓના બાથરૂમ વીડિયો કર્યા લીક, યુનિવર્સિટી કેમ્પસમાં હોબાળો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબના મોહાલીમાં એક પ્રાઈવેટ યુનિવર્સિટીના રાત્રે બે વાગ્યે હંગામો થયો હતો. મળતી માહિતી અનુસાર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે હોસ્ટેલની 60 જેટલી છોકરીઓનો બાથરૂમ વીડિયો બનાવીને એક યુવકને મોકલી દીધો હતો. આ બાબતે વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં હંગામો કર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા આઠ વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આંચકાદાયક માહિતી સામે આવી રહી છે.

પોલીસે આરોપી યુવતી સામે એફઆઈઆર નોંઘી છે. મળતી માહિતી મુજબ યુવતી લાંબા સમય સુધી અલગ અલગ યુવતીઓના નહાતી હોવાના વીડિયો બનાવીને તે એક યુવકને મોકલતી હતી. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો હતો અને ટૂંક સમયમાં તે વાયરલ થયો હતો. આ વીડિયો જોઈને હોસ્ટેલની યુવતીઓને આંચકો લાગ્યો હતો.
મામલો સામે આવતાં યુનિવર્સિટી મેનેજમેન્ટ પર આ મામલાને દબાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે, આ અંગે જ્યારે મેનેજમેન્ટને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી, જેને લીધે કેમ્પસમાં યુનિવર્સિટી વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી.

પુછપરછ દરમિયાન આરોપી યુવતીએ જણાવ્યું હતું કેસ મેં ખાલી પોતાનો જ વીડિયો બનાવીને મોકલ્યો છે, પરંતુ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીનો દાવો છે કે આરોપી વિદ્યાર્થિનીએ આશરે 60 જેટલી વિદ્યાર્થિનીઓની ક્લિપ રેકોર્ડ કરી છે.

મોહાલીના એસએસપીએ આ અંગે જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થિનીના ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. આ વીડિયો યુવકને શા માટે મોકલવામાં આવ્યા એ અંગે પણ તપાસ થશે.

પંજાબના સીએમ ભગવંત માને આ મામલે જણાવ્યું હતું કે, ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. અમારી દીકરીઓ અમારું ગર્વ છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો છે. જે પણ દોષી હશે તેને કડક સજા આપવામાં આવશે. હું સતત પ્રશાસનના સંપર્કમાં છું. અફવાઓ પર ધ્યાન આપવામાં ન આવે તેવી અપીલ કરું છું.

પંજાબના શિક્ષણ પિરધાન હરજોત સિંહ બેંસએ પણ આ અંગે જણાવ્યું હતું કે, મામલો સંવેદનશીલ હોવાથી મીડિયા સહિત સમાજને સતર્ક રહેવાની જરૂર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.