પંજાબના CM ભગવંત માન 48 વર્ષે ફરી પરણશે, ડોકટર ગુરપ્રીત સાથે લેશે સાત ફેરા

દેશ વિદેશ

Chandigarh:
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવાના છે. એમની માતાની ઇચ્છા છે કે ભગવંત માન તેમનુ ઘર વસાવે અને આજ કારણ છે કે તેમણે ફરી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
સીએમ ભગવંત માનના લગ્ન ડોકટર ગુરપ્રીત કૌર સાતે થવાના છે. આ લગ્ન તેમના ઘરમાં એક નાના પ્રાઇવેટ સમારોહમાં થશે. આ લગ્નમાં ફકત પરિવારના લોકો જ સામેલ થશે. લગ્નમાં બંનેને આશીર્વાદ આપવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પંજાબ આવશે, એવી માહિતી સૂત્રોએ આપી છે.
નોંધનીય છે કે ભગવંત માનના છ વર્ષ પહેલા ઇન્દ્રજીત કૌર સાથે છૂટાછેડા થઇ ગયા હતા અને અમેરિકામાં તેમની પહેલી પત્ની અને બે બાળકો રહે છે. થોડા સમય પહેલા જ્યારે તેમણે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા ત્યારે સમારોહમાં સામેલ થવા માટે તેમના બંને બાળકો અમેરિકાથી પંજાબ આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.