પુણેમાં આવેલ ભીમાશંકર જ્યોતિર્લિંગ ઓરીજનલ નથી અને આસામમાં આવેલ જ્યોતિર્લિંગ સાચું છે… આવો દાવો હાલમાં આસામ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિવેદનને કારણે મોટો વિવાદ ઉભો થયો છે. ભીમા નદી ને કાંઠે આવેલ જ્યોતિર્લિંગ એ સદીઓથી ભીમાશંકરના નામે પ્રસિદ્ધ છે. આસામ સરકારના નિવેદન પર કોઈ એ વિશ્વાસ ન કરવો એવું વિધાન ભીમાશંકર મંદિરના મુખ્ય પૂજારી મધુકર શાસ્ત્રી ગવાંદે એ કર્યું હતું.
આસામના ડાકીની ટેકરીના ખોળામાં વસેલ ગુહાટીના પામોહિમાં આવેલ શિવલિંગ એ બાર જ્યોતિર્લિંગમાંથી છઠ્ઠુ શ્રી ભીમાશંકર છે. આ સ્થળે થનાર મહાશિવરાત્રીના કાર્યક્રમમાં ભાવિકોએ મોટી સંખ્યામાં આવવું, એવું આહવાન એક જાહેરાતના માધ્યમથી આસામના મુખ્યમંત્રી ડૉ. હેમંત બિસવા સરમા એ કર્યું હતું.
આસામ સરકારના આ નિવેદનને પગલે રાજકારણમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આ મુદ્દે કૉંગ્રેસના નેતા સચિન સાવંતે ટ્વીટ્ કરી જણાવ્યું કે ભાજપા સરકારને મહારાષ્ટ્રના ઉધોગો અને વ્યવસાય સાથે હવે મહત્વના તીર્થ ક્ષેત્રો પણ ઝૂંટવી લેવા છે. આસામની ભાજપા સરકારના આ નિવેદનનો અમે નિષેધ કરીએ છે. મહારાષ્ટ્રની શિંદે – ફડણવીસ સરકારે આ મુદ્દા પર તત્કાલ તેમની ભૂમિકા સ્પષ્ટ કરી આસામ સરકારના આ નિંદનીય કૃત્યનો નિષેધ કરવો જોઈએ એવી માંગણી સચિન સાવંતે કરી હતી.
પૂણેનું ભીમાશંકર જ્યોતિર્લિંગ ઓરિજનલ નથી: આસામ સરકારના નિવેદન બાદ રાજકારણ ગરમાયું….
RELATED ARTICLES