પુણેઃ વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ કરતાં થયેલાં વિવાદ બાદ પાંચ વ્યક્તિઓએ એક વ્યક્તિને ઢોર માર મારીને તેની જીભ કાપી નાખી હોવાની ધક્કાદાયક ઘટના જોવા મળી હતી. આ પ્રકરણે 38 વર્ષીય મહિલાએ હડપસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઘટના 28મી ડિસેમ્બરની છે અને ફરિયાદી દંપતિ અને આરોપી એક જ સોસાયટીના રહેવાસી છે. સોસાયટીના રહેનારા લોકો માટે ફરિયાદીના પતિ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. દરમિયાન ફરિયાદીના પતિએ આરોપીને ગ્રુપમાંથી કોઈ કારણસર કાઢી નાખ્યો હતો. પૂછપરછ કરતાં યોગ્ય જવાબ ના મળતાં આરોપીએ ફરિયાદી મહિલાના પતિને ફોન કરીને મળવા માટે બોલાવ્યો હતો.
દરમિયાન ફરિયાદી મહિલાના પતિએ ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિ ગમે એવા મેસેજ કરતાં હોવાને કારણે ગ્રુપ જ બંધ કરી દીધું હોવાનું આરોપીને જણાવ્યું હતું. પરંતુ આ સાંભળ્યા બાદ પણ આરોપી અને તેની સાથે આવેલા પાંચ વ્યક્તિએ મારપીટ શરુ કરી દીધી હતી. આ જ મારપીટમાં ફરિયાદી મહિલાના પતિની જીભ કપાઈ ગઈ હતી અને તેને જીભ પર ટાંકા આવ્યા છે.
પુણેમાં વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી નાખતા ગ્રુપ એડમિનને ઢોર માર માર્યો
RELATED ARTICLES