અફઝલ ખાન વધની સજાવટને પુણે પોલીસની મંજૂરી

આમચી મુંબઈ

પુણે: ગણેશ મંડળને છત્રપતિ શિવાજી મહારાજે બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનના કરેલા વધના ઐતિહાસિક દૃશ્યની સજાવટ કરવાની મંજૂરી પુણે પોલીસે આપી હતી. આવી સજાવટથી કોમી તંગદિલી ફેલાઈ શકે છે એ બાબતને ધ્યાનમાં લઈ પોલીસે અગાઉ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

પુણેના કોથરુડ વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરતા સંગમ તરુણ મંડળે ગણેશોત્સવ દરમિયાન સ્ટેજ પર અફઝલ ખાન વધની સજાવટ માટે પોલીસ પાસે પરવાનગી માગી હતી. મંડળના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સ્થાનિક નેતા કિશોર શિંદે દ્વારા કરવામાં આવેલી અરજી પર પોલીસે અગાઉ પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આવી સજાવટથી કોમી શાંતિનો ભંગ થઈ શકે છે, એવું કારણ દર્શાવાયું હતું.

પરવાનગી આપવા માટે વિવિધ સંસ્થા દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યા પછી કોથરુડ પોલીસે પહેલાં આપેલો પત્ર પાછો ખેંચ્યો હતો અને પરવાગની આપતો નવો પત્ર મંડળને આપ્યો હતો. આ પત્ર પર સિનિયર ઈન્સ્પેક્ટર મહેન્દ્ર જગતાપના હસ્તાક્ષર છે. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.