પુણેઃ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક શહેર તરીકેની ઓળખ ધરાવનારા અને આઈટી હબ બની રહેલાં પુણે શહેરમાં છેલ્લાં કેટલાય દિવસથી ગુનાખોરી માજા મૂકી રહી છે અને હવે તો બધી હદ પાર કરીને માનવતાને શરમસાર કરનાર ઘટનાથી પુણે ધ્રૂજી ઉઠ્યું છે. પ્રેમ પ્રકરણમાં યુવતીને ભગાડી જનારા યુવકની બહેનનું અપહરણ કરીને તેને નગ્ન કરીને તેના ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવાની ઘટના પુણેમાં બની હતી.
નંદકુમાર માટેના કુટુંબની યુવતી સાથે પ્રેમ થતાં યુવકે તેને ભગાડી લઈ જઈને લગ્ન કરનાર યુવકની બહેનનું અપહરણ માટે દ્વારા કરવામાં આવ્યું હતું એવી માહિતી ફરિયાદી મહિલા દ્વારા આપવામાં આવી હતી. બહેનને તેનો ભાઈ ભાગીને ક્યાં ગયો એવી પૂછપરછ કરી હતી. પરંતુ યુવતીએ કોઈ માહિતી ના આપતા આખરે રોષે ભરાયેલા આરોપીઓએ તેને ઢોર માર માર્યો હતો અને બે દિવસ સુધી ફરિયાદી મહિલાની બહેનને નગ્નાવસ્થામાં રૂમમાં પૂરી રાખી હતી. ત્યાર બાદ એ જ અવસ્થામાં તેના ફોટો અને વીડિયો શૂટ કરીને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આ મામલે સાત જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. લોણી કાળભોર પોલીસ દ્વારા નંદકુમાર માટે, સુંદરાબાઈ માટે, આરતી પિંપળે, બાળાસાહેબ પિંપળે, સાગર જગતાપ, શ્રીરામ ગોસાવી સામે ગુનો નોંધ્યો હતો.
છેલ્લાં કેટલાક મહિનાઓથી પુણે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને આ સંદર્ભે વિરોધ પક્ષના નેતા અજિત પવારે વિધાનસભામાં પણ સવાલ ઉપસ્થિત કર્યો હતો. ભાઈ-દાદાના રૂઆબને કારએ સગીર વયના કિશોરો ગુનાખોરી તરફ વળી રહ્યા છે. આ માટે પોલીસે શાળામાં કાઉન્સેલિંગ કરવાનો નિર્ણય લીધો છે. 2022માં 303 ગુનામાં પોલીસે 476 સગીરોને તાબામાં લીધા હતા, જેમાંથી 42 સગીરો તો ભૂતકાળમાં પણ કોઈને કોઈ ગુનામાં સંડોવાયેલા હોવાની માહિતી જાણવા મળી હતી.
પુણેમાં માણસાઈને લજાવીઃ પ્રેમપ્રકરણમાં ફરાર યુવકની બહેન સાથે કર્યું આવું કૃત્ય
RELATED ARTICLES