પુણેઃ પુણેમાં ડેટિંગ સર્વિસનો મોહ સિનિયર સિટિઝનને ખૂબ જ મોંઘો પડ્યો હતો. ડેટિંગ સર્વિસના નામે 78 વર્ષીય સિનિયર સિટિઝનને એક કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. કે. બી. ટેલિકોમ ડેટિંગ સર્વિસ કંપનીના નામે 2 સાઈબર ઠગે એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. રજત સિંહા, નેહા શર્મા અને તેમ જ અન્ય બેંક એકાઉન્ટમાં જેમને પણ આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એ બધા સામે જ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સિનિયર સિટિઝને આ મામલે પોલીસ સ્ટેનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મળેલી માહિતી અનુસાર નેહા શર્મા નામની એક યુવતીનો આ સિનિયર સિટિઝનને ફોન આવ્યો હતો અને તેણે ફરિયાદીને તેની ડેટિંગ સર્વિસ કંપની હોવાનું જણાવ્યું હતું. આ કંપનીમાં તેઓ સિનિયર સિટિઝનોને સર્વિસ આપે છે એવું પણ તેણે ઉમેર્યું હતું. ફરિયાદી વરિષ્ઠ નાગરિકનો વિશ્વાસ જિતીને આરોપીએ ડેટિંગ સર્વિસ આપવા માટે તેમને અમુક પૈસા ઓનલાઈન ભરવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ અનેક વખત વિવિદ કારણોસર પૈસા પડાવવાનું શરુ કરી દીધું.
આટલું થયા બાદ આરોપીએ ફરિયાદી સિનિયર સિટિઝનને ધમકી આપવાનું ચાલું કર્યું કે કે તમે ગેરકાયદે ડેટિંગ સર્વિસ લેવાનો પ્રયાસ કર્યો છે એટલે હવે તમારી સામે ગુનો નોંધવામાં આવશે. સમાજમાં તમારી બદનામી થશે વગેરે વગેરે… આ રીતે દબાણ કરીને આરોપીઓએ ફરિયાદીના ખાતામાંથી કુલ એક કરોડ બે લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આખરે કંટાળીને હતાશ થઈને સિનિયર સિટિઝને પુણે પોલીસ પાસે મદદ લેવાનું નક્કી કર્યું હતું અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પુણે પોલીસ દ્વારા આરોપીઓની શોધ કરાઈ રહી છે.
પુણેમાં ડેટિંગ સર્વિસનો મોહ સિનિયર સિટિઝનને પડ્યો મોંઘો
RELATED ARTICLES