પુણેઃ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતા પુણેમાં ફરી એક વખત માણસાઈને શર્મસાર કરે એવી ઘટના બની છે. સાસુ અને દિયરે ઘરની વહુના માસિકનું લોહી અઘોરી વિદ્યા માટે તાંત્રિકને વેંચ્યુ હોવાની ધક્કાદાયક ફરિયાદ બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે પુણેના વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનમાં 27 વર્ષીય પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. ઓગસ્ટ, 2022માં આ ઘૃણાસ્પદ ઘટના બની હોવાનું પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું.
પીડિતાએ આ પહેલાં પણ પતિ અને સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને એ મામલે કેસ ચાલી રહ્યો હતો દરમિયાન તે વિશ્રાંતવાડી ખાતે રહેવા આવી ગઈ હતી. આ ઘટના બાદ સાસરિયાઓએ પીડિતાને ફરી આવું નહીં થાય એવું આશ્વાસન આપ્યું હતું ફરી બીડ લઈ આવ્યા હતા. પરંતુ પાછા ફર્યા બાદ પણ પીડિતાને ફરી સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરું હતું.
પીડિતાએ પોતાની ફરિયાદમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે તેના સાસરિયાઓએ નહાતી વખતે દરવાજો ખોલવા માટે તેને ત્રાસ આપતા હતા. પતિ અને સાસરિયાઓ મારપીટ પણ કરતાં હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું હતું. દરમિયાન એક દિવસ દિયરે પીડિતા પાસે તેના દિયરે આવીને તેની પાસે માસિક દરમિયાનનું રક્ત ભેગું કરીને આપવાની માગણી કરી હતી. આ રક્ત તાંત્રિકને આપીશું તો એના બદલામાં 50,000 રૂપિયા મળશે, એવું જણાવ્યું હતું.
પીડિતાએ આ બાબતે ઈનકાર કરતાં તેને ત્રણ દિવસ સુધી નિર્વસ્ત્ર રૂમમાં પૂરી રાખીને માસિકનું લોહી ભેગું કરીને તાંત્રિકને વેચ્યું હતું, એવું પોલીસે જણાવ્યું હતું.
આ અતિશય ઘૃણાસ્પદ ઘટના છે અને માણસાઈને લજાવે એવી ઘટના છે. પુણે એ રાજ્યની સાંસ્કૃતિક શહેર છે અને ત્યાં આવી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપનારી ઘટનાઓ બને એ લજ્જાસ્પદ છે. આ ઘટનાની નોંધ રાજ્યના મહિલા આયોગ દ્વારા લેવામાં આવી છે, એવું આયોગના અધ્યક્ષા રૂપાલી ચાકણકરે જણાવ્યું હતું.
પુણેમાં બની આવી ઘૃણાસ્પદ અને માણસાઈને લજાવે એવી ઘટના…
RELATED ARTICLES