Homeઆમચી મુંબઈપુણેમાં ગન કલ્ચરનો પગપેસારોઃ શનિવારે મધરાતે બની ચોંકાવનારી ઘટના

પુણેમાં ગન કલ્ચરનો પગપેસારોઃ શનિવારે મધરાતે બની ચોંકાવનારી ઘટના

પુણેમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જ જઈ રહ્યું છે અને તેમાં પણ ક્ષુલ્લક કારણસર ગોળીબાર કરવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના પિંપરી-ચિંચવડમાંથી સામે આવી રહી છે.
જૂની અદાવતમાંથી એક હાર-ફૂલ વેચનારા ફેરિયા પર ગોળીબાર કરીને તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિઘે પરિસરમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે રાતના સાડાબાર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના અંગે બે જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
28 વર્ષીય સિદ્ધેશ સિતારામ ગોવેકરે આ બાબતે ફરિયાર નોંધાવી છે અને પોલીસે હરિઓમ પાંચાલ અને તેના એક સાથીદાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી પાંચાલ એ હિસ્ટ્રીશિટર છે અને તેની પર પહેલાંથી જ અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. સિદ્ધેશ અને હરિઓમ જ્યારે ભેગા હતા ત્યારે તેમની વચ્ચે વિવાદ થયો હતો. શનિવારે રાતના સિદ્ધેશ જ્યારે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે આરોપીએ ગાડીનો પીછો કર્યો હતો અને મોકો મળતાં જ ગોળીબાર કર્યો હતો.
રાતના બારના સમયે આ ઘટના બની હતી, જેને કારણે આસપાસમાં તાણભરી પરિસ્થિતિનો નિર્માણ થયું હતું. ક્ષુલ્લક કારણસોર થનારા ગોળીબારની ઘટનાઓમાં છેલ્લાં કેટલાક સમયથી વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સવારે તાપણું કરવા મુદ્દે થયેલા નાનકડા વિવાદને પગલે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. પુણેમાં વડગાવ શેરી નજીક બ્રહ્મા સનસિટી નજીક આ ઘટના બની હતી. આ પ્રકરણે યરવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular