પુણેઃ મહારાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ઓળખાતી પુણેમાં મહિલા રિક્ષાચાલક સાથે પ્રવાસીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. મહિલાએ વિરોધ કરતાં આરોપીએ નગ્નાવસ્થામાં મહિલાનો પીછો કર્યો હતો, એવું પોલીસે જણાવ્યું હતું.
38 વર્ષીય મહિલા રિક્ષાચાલકે આ ઘટનાની ફરિયાદ નોંધાવતા 30 વર્ષીય નિખિલ અશોક મેમજાદે (30)ની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 26મી તારીખે રાતના સમયે નિખિલે મહિલા રિક્ષાચાલકને કાત્રજ જવાનું છે એવું કહીને રિક્ષામાં બેઠો હતો. દરમિયાન કાત્રજ ઘાટના એક લોજિંગ પાસે રિક્ષા ઊભી રાખીને મહિલાચાલકને જમવા સાથે આવવા માટે જબરજસ્તી કરી. પણ મહિલાચાલકે ઈનકાર કરતાં આરોપીએ તેની સાથે મારપીટ કરી અને તેની પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી.
આરોપી નિખિલ આટલેથી ન અટકતાં તેણે પોતાના બધા કપડાં કાઢીને ફરી પાછો રિક્ષામાં બેસી ગયો. આરોપીની ચુંગાલમાંથી છટકવા માટે મહિલાચાલકે કાત્રજ ઘાટથી પલાયન કરવાનું શરુ કરી દીધું તો આરોપીએ નગ્નાવસ્થામાં તેનો કાત્રજ સુધી પીછો કર્યો. મહિલાચાલકે પોતાની સાથે બનેલી આ ઘટનાની ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપી નિખિલની તાત્કાલિક ઘરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
પુણેમાં મહિલા રિક્ષાચાલક સાથે પ્રવાસીએ કરી આવી હરકત
RELATED ARTICLES