પુણે: પુણેમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે જોરદાર મારમારી થઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ એક બીજાને લોખંડના સળિયાથી મારતા દેખાઈ રહ્યા છે અને આ મારમારીનું કારણ છે ઈન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલા સ્ટેટસ… પોલીસે આ મામલે 15 વિદ્યાર્થી સામે ગુનો દાખલ કર્યો છે.
પુણેના ઉરૂલી કાંચન ખાતે આવેલી પદ્મશ્રી મણીભાઈ દેસાઈ જુનિયર કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર એક બીજાને ખીજવતા સ્ટેટસ મૂકવામાં આવ્યા હતા, જેને કારણે મામલો વધારે વણસ્યો હતો. કોલેજની પાર્કિંગમાં બંને ગ્રુપ આમને સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ ચર્ચા એટલી બધી ઉગ્ર થઈ ગઈ હતી કે તેમણે એક બીજાને લોખંડના સળીયા, લાકડી અને પ્લાસ્ટિકની સ્ટિકથી મારપીટ કરવાનું શરુ કરી દીધું હતું.
બંને ગ્રુપ વચ્ચે પહેલાંથી જ વિવાદ હતો અને તેઓ એકબીજાને કોઈને કોઈ કારણસર હેરાનપરેશાન થઈ ગયા હતા મારપીટ બાદ બંને ગ્રુપના વિદ્યાર્થીઓએ એકબીજા વિરૂદ્ધ લોણી કાલભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને જૂથના 15 વિદ્યાર્થી સામે ગુનો નોંધ્યો છે.
બોલો પુણેમાં ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પરથી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
RELATED ARTICLES