Homeઆમચી મુંબઈપુણે જતી એર એશિયા ફ્લાઇટનું ભુવનેશ્વરમાં ઇમરજન્સી લેન્ડિંગ, કારણ જાણો...

પુણે જતી એર એશિયા ફ્લાઇટનું ભુવનેશ્વરમાં ઇમરજન્સી લેન્ડિંગ, કારણ જાણો…

વિમાન સાથે પક્ષી અથડાવાને કારણે ગુરુવારે પુણે જઇ રહેલી એર એશિયાની ફ્લાઈટને ભુવનેશ્વરના બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, એવી એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી હતી. વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ પક્ષી સાથે અથડાયું હતું. જોકે, ઈમરજન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરો સુરક્ષિત હતા અને આ ઘટના બાદ વિમાનને કેટલું નુકસાન થયું હતું તેનું એરલાઈન્સ દ્વારા આકલન કરવામાં આવી રહ્યું છે. અગાઉ દેશના ઉડ્ડયન પ્રધાને જણાવ્યું હતું કે વિમાન સાથે બર્ડ હિટની ઘટના ના બને એ અંગે પગલા લેવામાં આવી રહ્યા છે. દરેક એરપોર્ટ પર પક્ષીઓને એરપોર્ટ વિસ્તારથી દૂર રાખવા માટે સાઉન્ડ ગન અને અન્ય પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. પક્ષીઓ એરપોર્ટ વિસ્તારમાં ઘર બાંધવા નહીં પણ તેમના ખાવાની કોઇક વસ્તુથી આકર્ષાઇને આવે છે. એ દૂર કરવા અને એરપોર્ટની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યા છએ. તેમના આ નિવેદનના એક મહિના બાદ ફરી વિમાન સાથે પક્ષી અથડાવાની ઘટના બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular