Sat Nov 07 2026

Logo

સૈફ અલી ખાને કપિલ શર્માના શોમાં બેડરૂમના સિક્રેટ ખોલતા કહ્યું રાતે કરીના...

2026-10-16 22:21:53
Author: Mumbai Samachar Team
સૈફ અલી ખાને કપિલ શર્માના શોમાં બેડરૂમના સિક્રેટ ખોલતા કહ્યું રાતે કરીના...

The Kapil Sharma Show


મુંબઈઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શૉમાં એક લાંબા સમય બાદ સૈફઅલી ખાન અને કરીના કપૂર મહેમાન બન્યા હતા. શૉ ફેન્સમાં ખૂબ જ જાણીતો છે. ફેન્સ કાયમ નવા એપિસોડની રાહ જોતા હોય છે. 14 વર્ષના લગ્નજીવન અંગે તેમણે આ શૉમાં બેડરૂમના રાઝ પણ ખોલ્યા હતા. આ એપિસોડ નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. આ એપિસોડનો પ્રોમો નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. પ્રોમોમાં જ સૈફે પોતાના બેડરૂમના રાઝ ખોલી દેતા સોશિયલ મીડિયા પર જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. 

ખરાબ આદતનો ઉલ્લેખ કર્યો
સૂતા પહેલા સૈફે કરીનાની એક એવી આદત અંગે ચોખવટ કરી જે જાણીને કપિલ શર્મા પણ ચોંકી ગયો હતો. આ આદત સૈફને બિલકુલ ગમતી નથી. આ વાત સાંભળીને અર્ચના, પબ્લિક અને કપિલ શર્મા પણ પેટ પકડીને હસી પડ્યા હતા. કપિલે પૂછ્યુ હતું કે, લગ્નજીવનના 14 વર્ષ બાદ પણ કપલ્સ આટલા યંગ અને ફ્રેશ કેવી રીતે દેખાઈ રહ્યા છે. આના પર સૈફે જવાબ આપ્યો કે, હું આની ક્રેડિટ ઘીને આપવા માગુ છું. કરીના પણ આ વાત સાથે સહમત થઈ હતી. કરીનાએ પણ કહ્યું હતું કે, અમારા ઘરમાં મોટાભાગના લોકો ઘી ખાય છે.

અમારા બાળકો પણ ઘી ખાય છે. કરીનાની વાતને વચ્ચેથી કાપીને સૈફે કહ્યું હતું કે, કરીના માત્ર ઘી ખાતી જ નથી પણ રાત્રે પોતાના પગમાં પણ લગાવે છે અને પછી સૂવે છે. આના પર કરીનાએ કહ્યું કે, આનાથી ઘણો ફાયદો થાય છે. આ વાત પછી પ્રોમો પૂરો થઈ જાય છે પણ જે રીતે અર્ચના એક્સપ્રેશન આપે છે એના પરથી કહી શકાય કે, આખો એપિસોડ પેટ પકડીને હસાવી દેશે. 

શૉની જોરશોરથી ચર્ચા
આ વાત સાંભળીને કપિલ અર્ચનાજી પર કોમેન્ટ પાસ કરે છે. એના પર અર્ચના પણ શોક થઈને હસી પડે છે. આ એપિસોડ 17મી ઑક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. નવી સીઝનમાં શૉમાં ઘણું નવું આવી રહ્યું છે. આ સીઝન કેવી રહેશે એ શરૂ થયા બાદ જ ખ્યાલ આવશે. આ શૉ માટે કપિલની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શૉમાં કરીના રેડ કલરનો ડ્રેસ પહેરીને આવી હતી. જ્યારે સૈફઅલી ખાને મુંછવાળો લૂક બનાવ્યો હતો. બ્લેક કલરના ટ્રેડિશન ડ્રેસમાં તેની ડેશિંગ પર્સનાલિટીમાં વધારો થઈ રહ્યો હતો. આ પ્રોમો સામે આવતા ફરી એકવાર ફેન્સ સમગ્ર શૉની જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે.

વધુ જુઓ...